તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મીઠીઘારીયાલમાં ચોમાસા પૂર્વે 5 જર્જરીત મકાનો ઉતારી લેવા માલિકને નોટિસ આપી

ચાણસ્મા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મીઠીઘારીયાલમાં જર્જરિત મકાનના કારણે દુર્ધટના ન સર્જાય તે માટે મકાન ઉતારી લેવા સરપંચે પાંચ મકાન માલીકોને નોટીસ આપી હતી. - Divya Bhaskar
મીઠીઘારીયાલમાં જર્જરિત મકાનના કારણે દુર્ધટના ન સર્જાય તે માટે મકાન ઉતારી લેવા સરપંચે પાંચ મકાન માલીકોને નોટીસ આપી હતી.
  • મકાન ધરાશાયી થતાં જાનહાની થશે તો જવાબદારી મકાન માલિકની : તંત્ર

ચોમાસુ આવવાની તૈયારીઓ છે ત્યારે વરસાદના કારણે જર્જરીત મકાનો પડી જવાથી કોઈ જાનહાની ન થાય તે માટે મીઠીઘારીયાલમાં પાંચ થી છ મકાનો મહોલ્લાઓ વચ્ચે હોવાથી અને ચોમાસાના વરસાદના કારણે આ મકાનો ધરાશાહી થાય તો મોટી જાનહાની થવાની દહેશત વર્તાતા આજુબાજુના પાડોશીઓએ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી હતી.

પંચાયત દ્વારા જર્જરિત મકાનો ઉતારી લેવા માટે લેખિત જાણ કરી છે. જો આ મકાનોને તેના માલિક દ્વારા ન ઉતારવામાં આવે અને ચોમાસાના વરસાદ દરમિયાન કોઇ મકાનો ધરાશાયી થશે તો જે કોઈપણ જાનહાનિ થશે તો તેની જવાબદારી મકાન માલિકની રહેશે એવું લેખિત નોટિસમાં ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...