તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ જિલ્લો 100 ટકા કોરોનામુક્ત:છેલ્લા 10 દિવસમાં કોરોનાનો એક પણ નવો કેસ નહીં, હાલ કોઈ જ દર્દી હોમ આઈસોલેશનમાં કે હોસ્પિટલમાં સારવાર હેઠળ પણ નથી

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી સમયમાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતની માર્ગદર્શિકાનું પાલન કરવા આરોગ્ય વિભાગની અપીલ

પ્રમાણમાં વધુ ઘાતક સાબિત થયેલી કોરોના વાયરસના સંક્રમણની બીજી લહેરનો પાટણ જિલ્લામાં અંત આવ્યો હોય તેમ હાલના તબક્કે લાગી રહ્યું છે. જિલ્લા માટે સારા અને રાહતના સમચાાર છેકે, છેલ્લા દસ દિવસમાં જિલ્લામાં કોવિડ-18નો એકપણ નવો કેસ ન નોંધાવાની સાથે સાથે એકપણ દર્દી હોમ આઈસોલેશનમાં કે હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી. આરોગ્ય વિભાગ અને જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગોના સહકારથી પાટણ જિલ્લામાં કોવિડ-19ના એક્ટિવ કેસોની સંખ્યા શૂન્ય થવા પામી છે.

પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ અને વહિવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા સંકલનમાં રહી કરવામાં આવેલી ઉત્તમ આરોગ્યલક્ષી કામગીરીના પરિણામે પાટણ જિલ્લો કોરોનામુક્ત થવા પામ્યો છે. વિશ્વભરના દેશોને ભરડામાં લેનારા કોરોના વાયરસની બીજી લહેર વધુ ઘાતક પુરવાર થઈ હતી ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 5867 તથા શહેરી વિસ્તારોમાં 4794 કેસ મળી જિલ્લામાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ 10661 કેસ નોંધાયા છે.અને 109 લોકો ના અત્યાર સુધી મોત થયા છે.

નિષ્ણાંતોના મતે કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની પૂરી સંભાવનાઓ છે. ત્યારે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઈઝેશન સહિતની સુચનાઓ તથા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના નાગરિકોને જાહેર અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...