તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસ્થા:ચાણસ્મા, ધરમોડા સહિત ગોગા બાપાના મંદિરે નાગપંચમીએ દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઊમટ્યું

ચાણસ્મા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
શુક્રવારે નાગપંચમી નિમિત્તે ચાણસ્મા ગોગાબાપાના મંદિરને નયનરમ્ય શણગાર કરાયો હતો. દિવસભર શ્રદ્ધાળુઓની દર્શને અવરજવર રહી હતી. - Divya Bhaskar
શુક્રવારે નાગપંચમી નિમિત્તે ચાણસ્મા ગોગાબાપાના મંદિરને નયનરમ્ય શણગાર કરાયો હતો. દિવસભર શ્રદ્ધાળુઓની દર્શને અવરજવર રહી હતી.
  • ચાણસ્માના 1200 વર્ષ પ્રાચીન સ્થાનકે લઘુરુદ્ધ સહિતના ધાર્મિક આયોજન કરાયાં

ભારતીય સંસ્કૃતિ તેના ફૂલે મઢ્યા ગજરાની જેમ આજે પણ મ્હેંકી રહી છે. આવી જ લોકમેળા પરંપરા સદીઓથી ગુર્જરધરા ઉપર પોંખાતી રહી છે. શુક્રવારે નાગપંચમીના પવિત્ર દિવસે ચાણસ્મા, ધરમોડા, સેઢાલ, કંબોઈ, ધાણોધરડા, લણવા સહિત ગોગા બાપાના સ્થાનકે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શને ઊમટી પડી દાદાના ચરણોમાં શ્રીફળ, કુલેરનો પ્રસાદ અર્પણ કરી જીવનની ધન્યતા અનુભવી હતી. હળાહળ કળિયુગના જીવતાદેવ નાગદેવતા પ્રત્યે માલધારી સમાજ સહિત અઢારેય વર્ણના લોકો ભારે આસ્થા ધરાવે છે.

ચાણસ્માના જૂના રબારીવાસમાં બિરાજમાન 1200 વર્ષ પ્રાચીન શેષ નારાયણ ગોગા મહારાજના સ્થાનકે નાગપંચમી ઉત્સવ પ્રસંગે વહેલી સવારે દાદાના ચરણોમાં લઘુરુદ્ર યજ્ઞ યોજાયો હતો. જેના યજમાનનો લાભ એડવોકેટ મહેન્દ્રભાઇ અમથાભાઈ દેસાઈ પરિવારે લીધો હતો. ગોગા બાપાના મંદિરે ધ્વજારોહણ કરાયું તે સમયે બોલ મારા ગોગા જય જય ગોગાના જયઘોષથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. આ પ્રસંગે ચાણસ્મા નગર તેમજ મોઢેરા, બહુચરાજી, હારિજ, પાટણ પંથકમાંથી શ્રદ્ધાળુઓ ગોગા બાપાના દર્શને ઊમટી પડ્યા હતા અને ભોજન પ્રસાદનો લ્હાવો લીધો હતો.

શ્રદ્ધાળુઓને ગોગા મહારાજ પરિવારના હિતેન્દ્ર દેસાઈ, પરેશ દેસાઈ, પુજારી હસમુખપુરી ગોસ્વામી, મુકેશ પિત્રોડા સહિતે આવકાર્યા હતા. નાગપંચમી નિમિત્તે મંદિર અને પ્રવેશદ્વારને ફૂલોનો નયનરમ્ય શણગાર કરાયો હતો. ચાણસ્મા શહેર ઉપરાંત તાલુકાના ધરમોડા, સેઢાલ, કંબોઈ, ધાણોધરડા, લણવા સહિતના ગામોએ ગોગા બાપાના મંદિરોએ પણ આખો દિવસ ભક્તોની અવરજવરથી માહોલ ભક્તિમય બની ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...