ચાણસ્મા / ધર્મોડામાં ધીંગાણાના લાઈવ દ્રશ્યો, જૂથ અથડામણમાં ચારથી વધુ લોકો ઇજાગ્રસ્ત

X

  • મોડી રાત્રે પથ્થરમારો અને ઘાતક હથિયારોના ફડાકા અને ચિચિયારીઓના અવાજ ગુંજતો હતો
  • પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 03:18 PM IST

ચાણસ્મા. ચાણસ્માના ધર્મોડા ગામમાં પાણી બાબતે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. બંન્ને જૂથ સામસામે પથ્થરો, લાકડીઓ જેવા ઘાતક હથિયારો લઈને આવી ગયા હતા. જૂથ અથડામણમાં ચાથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા ચાણસ્મા પોલીસની એક ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મામલો થાળે પાડી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
તું ત્યાં જ ઉભો રહે હું માણસો લઈને આવું છું એમ કહી શખ્સે ધમકી આપી 
પ્રાપ્ત માહિતી અનુસાર, પાણીની વેચણીના મુદ્દે ગામના કપુરજી નામના શખ્સે અન્ય સાહેદ નામના શખ્સ સાથે ફોન પર ગાળાગાળી કરી હતી તેમજ તું ત્યાં જ ઉભો રહે હું માણસો લઈને આવું છું એમ કહી ધમકી આપી હતી. ત્યારબાદ કપુરજી પોતાના માણસો સાથે લાકડી, પથ્થર લઈ સાહેદને મારવા માટે આવ્યા હતા. જેનાથી ગભરાઈને સાહેદ ભાગીને એક ઘરમાં સંતાઈ ગયો હતો. જોકે કપુરજીએ સાહેદને ઘરમાંથી બહાર કાઢી તું અમારા ભાગનું પાણી કેમ છોડતો નથી એમ કહી લાકડીઓએ વડે મારમારી ઇજાગ્રસ્ત કરી નાખ્યો હતો. આ ઘટનામાં અન્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. અંતે સમગ્ર મામલાની જાણ ચાણસ્મા પોલીસને થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી