ચાણસ્મા તાલુકાના મીઠીઘારિયાલ ગામના અરજદાર ઠાકોર દિવાનજી આત્મારામભાઇએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન પણ પાસ થયું છે પરંતુ પ્રથમ હપ્તો ન ચૂકવાતાં મકાન બનાવવા માટે અવઢવમાં પડ્યાં છે. અરજદાર ઠાકોર દિવાનજી આત્મારામભાઇની પાસે નથી જમીન કે નથી પોતાનું ઘર હાલમાં પોતાના પરિવારના સભ્યો સાથે ભાડાના મકાનમાં રહીને ખેતમજુરી કરે છે.
છેલ્લા કેટલાય સમયથી પોતાનું મકાન મંજૂર થયાના પૈસાની ચુકવણી થાય તે માટે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી ચુક્યા છે પરંતુ પરિણામ શૂન્ય આવતાં છેવટે 15મી ઓગસ્ટથી તાલુકા પંચાયત સામે આમરણ ઉપવાસ પર ઉતરવાની ચીમકી સાથે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો પણ કરી ચૂક્યા છે.
અરજદારનો પ્લોટ નીતિ નિયમ મુજબ ન આવતો હોવાથી લેન્ડ કમિટીમાં નામંજૂર થયેલ છે : ટીડીઓ
તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકુરે જણાવ્યું હતું કે અરજદાર દ્વારા અગાઉ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરી હતી અને મંજુર પણ થઈ ગઈ છે પરંતુ અરજદાર જે જગ્યાએ પ્લોટ મેળવવા માગે છે ત્યાં શક્ય નથી અને લેન્ડ કમિટીમાં અરજદારનો પ્લોટ નીતિ નિયમ મુજબ ન આવતો હોવાથી લેન્ડ કમિટીમાં નામંજૂર થયેલ છે પરંતુ હવે પછી અન્યત્ર જગ્યાએ તેમણે પ્લોટ લેવાનો થશે અને લેન્ડ કમિટિમાં મંજુર થાય તે માટે કાર્યવાહી કરવામાં આવશે અને તેમને મકાન સહાય મંજૂર થઈ શકે તેમ હોવાનુ જણાવ્યું હતું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.