કેમ્પ:ખોરસમ અવધેશ આશ્રમ દ્વારા 80 દર્દીઓને આંખોના નિદાન અન મોતિયાનાં ઓપરેશનનો કેમ્પ યોજાયો

ચાણસ્મા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામે અવધૂત આશ્રમ ખાતે પરમ પૂજ્ય રામગીરીબાપુ ની નિશ્રામાં રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ અને અવધેશ આશ્રમ ખોરસમ ના સંયુક્ત ઉપક્રમે મંગળવારના રોજ આંખો નું નિદાન અને મોતિયા ના ઓપરેશન નો નિશુલ્ક કેમ્પ યોજાયો હતો જેમાં ચાણસ્મા સહિત હારીજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી દર્દીઓ લાભ લેવા માટે આવ્યા હતા. મોતિયાના ઓપરેશનની જરૂરીયાત હોય તેવા 80 દર્દીઓને રાજકોટથી આવેલી રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ની લકઝરી બસમાં મોતિયાના ઓપરેશન માટે મોકલી આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટ અને આશ્રમ ખોરસમના પરમ પૂજ્ય રામગીરી બાપુ દ્વારા અત્યાર સુધીમાં સાડા આઠ હજારથી વધારે આંખોના દર્દીઓનાં મફત ઓપરેશન કરીને સેવાકીય સરાહનીય કામગીરી કરવામાં આવી છે.કેમ્પમાં પરમ પૂજ્ય વિમળાનંદજી મહારાજ, સ્વયંસેવક હિનાબેન પટેલ, સંતો વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ સરપંચ ગાડાભાઈ પટેલ ,પૂર્વ એટીઆઈ અમૃતભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા કેમ્પને સફળ બનાવવા માટે સુંદર સેવા બજાવી હતી.

અઢી વર્ષની નાની બાળકી માટે ઉપસ્થિત તમામે આર્થિક મદદ કરી
કેમ્પમાં ચંદ્રોડા ગામની અઢી વર્ષની બાળકી હીનાબેન કનુભાઈ બજાણીયાને મોતીયો હોવાનું નિદાન કરવામાં આવતા અને તેના ઓપરેશનનો ખર્ચ રૂ. 6000થી વધારે થતો હોઇ બાળકીના માતા પિતા ચિંતિત થઈ ગયા હતા પરંતુ કેમ્પમાં આવેલા લોકોએ આર્થિક મદદ કરીને હીનાબેનનુ આંખનું ઓપરેશન કરવા મદદ કરીને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...