વાવણી:ચાણસ્મા તાલુકામાં ખેડુતોએ બીટી કપાસના વાવેતરના શ્રીગણેશ કર્યા

ચાણસ્મા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાવણી પાછળ 1.25 લાખનો ખર્ચ થતો હોવાનુ ખેડુતોએ જણાવ્યુ

ઉનાળાની સિઝન અંતિમ તબક્કામાં છે. અને ચોમાસું સિઝન શરૂ થવાની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચોમાસું ખેતીની વાવણી માટે ચાણસ્મા તાલુકાના ખેડૂતોએ તેમના ખેતરો મબલક પાક લઈ શકાય તે માટે ખેડ છાણિયું ખાતર ભરી ખેતરોને તૈયાર કર્યા છે. ચાણસ્મા પંથકના ખેડૂતો બીટી કપાસની  દિવાળી સમયે ઉપજ મેળવી શકે તે માટે ખેતરોમાં મહિલાઓ સહિત ખેડૂત પરિવારો દ્વારા બીટી કપાસની રોપણી કરવાનું શરૂ કર્યુ છે.  ચાણસ્માના ખેડૂતે જણાવ્યું હતું કે અમે ત્રીજા ભાગે બીટી કપાસની વાવણી કરવા 3 વિધા જમીન ભાગે લઈ ખેતરમાં સેઢા પાળા બાંધી બીટી કપાસની રોપણીની શરૂઆત કરી છે. જે દિવાળી સુધીમાં પાક લઈ શકાય. ં ખેડ બિયારણ પિયત  મજુરી બધું મળીને મોલ તૈયાર થાય ત્યાં સુધી અંદાજે 1 થી 1.25 લાખ નો ખર્ચ થશે. જે ત્રીજા ભાગનો ખર્ચ આપતા પાકમાં કોઇ રોગ કે અન્ય મુશ્કેલી ના આવે તો 50 હજાર જેવી મળતર રહેશે.

અન્ય સમાચારો પણ છે...