ખેડૂતો ચિંતામાં:ચાણસ્મા પંથકમાં માવઠાંથી પાકોમાં મોલોમસી, જીરામાં કાળીયો રોગોનો ઉપદ્રવ થવાની દહેશત

ચાણસ્મા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાચી ઈંટો પર તાડપત્રી ઢાંકી નુકશાનથી બચાવાના પ્રયાસો કરાયા - Divya Bhaskar
કાચી ઈંટો પર તાડપત્રી ઢાંકી નુકશાનથી બચાવાના પ્રયાસો કરાયા
  • છેલ્લા બે દિવસથી ચાણસ્મા પંથકમાં ઝરમરથી ખેડૂતો ચિંતામાં મુકાયા
  • ચંદ્રુમાણા પંથકમાં ઈંટોના ભઠ્ઠા પર કાચી ઈંટોના રક્ષણ માટે તાડપત્રીઓ ઢાંકી

ચાણસ્મા તાલુકામાં બે દિવસથી પલટાયેલા વાતાવરણના કારણે કમોસમી માવઠું થઈ રહ્યું છે. માવઠાથી રવિ પાકોમાં મોલોમસી, જીરામાં કાળીયો સહિતના રોગોનો ઉપદ્રવ થવાની આશંકાના પગલે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. છેલ્લા બે દિવસથી ચાણસ્મા પંથકમાં ઝરમર ઝરમરના કારણે માવઠાનો માર ખેડૂતને સહન કરવો પડશે તેવી નોબત આવી છે.

ખેડૂત કાંતિભાઇ પટેલે જણાવ્યું હતું કે હાલમાં રવી સીઝનના રાયડો, એરંડા, જીરૂ, વરીયાળી, સહિતના પાકો મધ્ય ભાગમાં પહોંચ્યા છે ત્યારે માવઠાના કારણે રાયડામાં ફુલ ખરી પડવાની સંભાવના રહેલી છે તદુપરાંત જીરાના પાકમાં કાળીયો અને રાયડો,વરિયાળી જેવા પાકોમાં મોલોમચ્છીનો ઉપદ્રવ થવાની સંભાવનાના કારણે મોટું નુકસાન થવાની દહેશત વ્યક્ત કરી હતી.

ચાણસ્મા તાલુકામાં અને પાટણ તાલુકાના ચંદ્રુમાણા સીમ વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠા પર કમોસમી માવઠાના કારણે કાચી ઈંટો બનાવવામાં આવી છે તેના રક્ષણ માટે તાડપત્રીઓ ઢાંકવામાં આવી હોવાનું ઈંટોના ભઠ્ઠાના માલિક બાકરભાઈ અને મનુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...