​​​​​​​​​​​​​​રજૂઆત:દેલમાલ પાસેથી પસાર થતી કેનાલમાં પાણી ન છોડાય તો ખેડૂતોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

ચાણસ્માએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસમાં બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાની હૈયાધારણ આપતાં અંતે મામલો થાળે પડ્યો
  • 150 થી વધારે ખેડૂતો ટ્રેક્ટર લઇને નર્મદા કચેરીએ કેનાલમાં પાણી છોડવા રજૂઆત કરવા પહોંચ્યા

ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામે પસાર થતી ડિસ્ટ્રીબ્યુટર કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા માટે બુધવારે 150 થી વધારે ખેડૂતો ટ્રેક્ટર લઇ નર્મદા કચેરીએ પાણી નાંખવા ઉગ્ર રજૂઆત કરવા પહોંચ્યા હતા અને નર્મદા કચેરીએ ખેડૂતોએ હંગામો મચાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. જોકે બે દિવસમાં પાણી આપવાની ખાતરી મળતા ગામલોકો અને ખેડૂતો પરત ફર્યા હતા.

હાલમાં ખેડૂતોને પાણીની સમસ્યા થઈ રહી છે અને ખેતીના પાકો સુકાઈ રહ્યા છે હાલમાં રવિ સીઝન ચાલુ હોઇ ખેડૂતોના રાયડા અને એરંડાના પાકો સુકાઈ રહ્યા છે. અને નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવતુ નથી ત્યારે બુધવારે દેલમાલના ખેડૂતો ચાણસ્મા ખાતે નર્મદા નિગમની ઓફિસમાં કેનાલમાં પાણી છોડવા માટે ઉગ્ર રજૂઆત કરવા માટે ટ્રેક્ટરો ભરીને પહોંચ્યા હતા અને ખેતી સુકાઈ રહી હોવાથી પાણીની જરૂર છે અને જો કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે તો સમગ્ર દેલમાલના ગ્રામજનો ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.જોકે અધિકારી દ્વારા બે દિવસમાં પાણી કેનાલમાં છોડવામાં આવશે તેવી હૈયાધારણા મળતાં દેલમાલ ગામના ખેડૂતો ગામ પરત ફર્યા હતા. જો બે દિવસમાં પાણી છોડવામાં નહીં આવે તો ધરણા કરવામાં આવશે તેમ ગામલોકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...