પાટણનું ગૌરવ:બેંગલુરું ખાતે યોજાયેલા ખેલો ઇન્ડિયા ટેનિસ ટુર્નામેન્ટમાં દેશભરની ટીમોમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની ટેનિસ ટીમે નામ રોશન કર્યુ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટીની મહિલા ટેનિસ ટીમ ટૂર્નામેન્ટમાં ચોથા ક્રમે આવી

ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી મહિલા ટેનિસ ટીમે ગ્વાલિયર ખાતે આંતર યુનિવર્સિટી વેસ્ટ ઝોન ટૂર્નામેન્ટમાં બોન્ઝ મેડલ મેળવ્યાં બાદ નેશનલ કક્ષાએ ખેલો ઇન્ડીયા ટુર્નામેન્ટમાં દેશભરની ટીમોમાં ફોર્થ રેન્ક મેળવી ભારતભરમાં ઉતર ગુજરાતનું ચારેય દીકરીઓએ નામ રોશન કર્યું છે.

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરી ફેબ્રુઆરીમાં મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે વેસ્ટ ઝોન આંતર યુનિવર્સિટી ચેમ્પિયનશીપમાં મહેસાણા સાર્વજનિક કોલેજની બે વિદ્યાર્થીનીઓ તેમજ પાટણ ની બે વિદ્યાર્થીનીઓ મળી 4 મહિલા ખેલાડીઓની ટીમે ટેનિસ સ્પર્ધામાં ફાઇનલમાં ત્રીજા ક્રમે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની મહિલા ટીમ વિજેતા બની બોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ચેમ્પિયનશીપમાં ઉત્તર ગુજરાત સહિત હેમ.યુનિનું નામ રોશન કર્યું હતું.

ત્યારબાદ તાજેતરમાં બેંગલુરું કર્ણાટક ખાતે ખેલો ઇન્ડીયા ટુર્નામેન્ટ યોજાઇ હતી.જેમાં દેશભરની યુનિવર્સિટીની વેસ્ટ ઝોનમાં વિજેતા બનેલ ટીમો વચ્ચે સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ની મહિલા ટેનિસ ખેલાડીઓની ટીમ ચોથા ક્રમે આવી દેશભરમાં ઉતર ગુજરાત અને યુનિવર્સિટીનું નામ રોશન કર્યું હતું. તેવું યુનિના શારીરિક નિયામક ચિરાગ પટેલે જણાવ્યું હતું.

ખેલાડીઓના નામ : 1 - ચૌધરી ઋત્વી, સાર્વજનિક કોલેજ મહેસાણા 2 - ચૌધરી હેતવી, સાર્વજનિક કોલેજ મહેસાણા3 - સોની પ્રાપ્તિ, બી.ડી. કોલેજ પાટણ4 - પટેલ દિવ્યાંશી, સાયન્સ કોલેજ પાટણ

અન્ય સમાચારો પણ છે...