નવી ભરતી ક્યારે થશે?:હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટીમાં નવી ભરતી ન થતા 40 ટકા કાયમી મહેકમ ખાલી

પાટણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિમાં નોન ટીચિંગમાં 136 પૈકી 68 અને ટીચિંગમાં 51 પૈકી 30 નું જ કાયમી મહેકમ ભરેલ છે

યુનિવર્સિટીમાં લાંબા સમયથી સરકાર દ્વારા ખાલી પડેલ કાયમી મહેકમ ભરવા માટે મંજૂરી ન મળતા ભરતીના અભાવે 40 ટકા ટીચિંગ અને નોન ટીચીંગ સ્ટાફ નું મહેકમ ખાલી પડી રહ્યું છે.

યુનિવર્સિટીમાં 19 વિભાગો ઉપરાંત ઉત્તર ગુજરાતની 515 કોલેજોનો વહીવટી કરવા માટેનો વહિવટી વિભાગ આવેલો છે. 19 વિભાગોમાં શૈક્ષણિક ટીચિંગ સ્ટાફ માટે કુલ 51 નું મહેકમ મંજુર થયેલ હતું.જેમાં ધીરે ધીરે વય નિવૃત તેમજ રાજીનામાં આપી અન્ય સ્થળે ફેરબદલી લેતા હાલમાં ફક્ત પ્રોફેસર તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર મળી ટીચિંગમાં 30 નું જ મહેકમ કાયમી રહ્યું છે.વહીવટી ભવન ઉપરાંત વિભાગોમાં વહીવટી કામગીરી માટે 138 નું કાયમી મહેકમ મંજુર થયેલ હતું.જેમાંથી હાલમાં ફક્ત 68 નો સ્ટાફ ફરજમાં હાજર છે.છેલ્લા પાંચ વર્ષમાં દર વર્ષે યુનિવર્સિટીમાંથી 10 થી 12 કર્મચારીઓ વય નિવૃત થઈ રહ્યા છે.જેની સામે ફક્ત નહિવત સ્ટાફની ભરતી કરાઈ છે .

યુનિવર્સિટીમાં હાલમાં કાયમી અને કોન્ટ્રાક્ટ બેઝ મળી 400 જેટલા કર્મચારીઓ છે.જેમાં 40 ટકા કાયમી મહેકમ છે.કાયમી સ્ટાફ ન હોય ન છૂટકે વહીવટ કામગીરી ઉપરાંત શૈક્ષણિક કામગીરી માટે ટીચિંગ અને નોન ટીચિંગ મળી 260થી વધુ કર્મચારીઓ ખાનગી એજન્સી મારફતે કોન્ટ્રાક્ટબેઝ કર્મચારીઓની ભરતી કરી કામ ચલાવી રહી છે. સત્વરે સરકાર કાયમી કર્મચારીઓની ભરતીની પ્રકિયા માટે મજૂરી આપે તો બેરોજગાર યુવાનોને નોકરીની તક મળી શકે છે.તેવા શૈક્ષણિક તજજ્ઞોના સુર ઉઠવા પામ્યાં છે.

સરકારમાં ભરતી પ્રક્રિયા માટે મંજૂરી લેવાની પ્રકિયા કરાઈ : રજિસ્ટ્રાર રજીસ્ટાર પટેલે જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં શરૂઆત થઈ જરૂરિયાત પ્રમાણે સ્ટાફની ભરતી કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી નવી ભરતી ખૂબ જ ઓછી કરવામાં આવતા સામે કામગીરી અને વિસ્તાર વધતા સ્ટાફની ભારે અછત થતા ખાનગી એજન્સી મારફતે કોન્ટ્રાક્ટ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે તેમજ 2020 માં ક્લાર્ક શારીરિક નિયામક અને ટીચિંગ સ્ટાફની પણ ફરતી થઈ હતી ત્યારબાદ નવીન વધુ સ્ટાફની ભરતી માટેની મંજૂરી મળે માટે યુનિવર્સિટી દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...