ગ્રામજનોમાં આનંદ છવાયો:લણવા હાઈવેથી હાઈસ્કૂલ સુધી રૂ. 1 કરોડના ખર્ચે રોડ બનાવવાનું કામ શરૂ

ચાણસ્માએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અનેક રજૂઆતો બાદ રોડ બનતાં ગ્રામજનોમાં આનંદ છવાયો
  • ગ્રામ સડક યોજના અંતર્ગત એક કિલોમીટર સુધી પાકો રોડ બનશે

ચાણસ્મા તાલુકાના લણવા ખાતે હાઈવેથી ગામ વચ્ચે થઈ હાઈસ્કૂલ સુધી એક કિલોમીટરના અંતરમાં ગ્રામ સડક યોજના અંતર્ગત એક કરોડના ખર્ચે રોડનો કામકાજ શરૂ કરવામાં આવતા ગામ લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.

લણવા હાઈવેથી ગામમાં પ્રવેશવા સુધીનો અને ત્યાંથી હાઇવે સુધી હાઇસ્કૂલની જોડતો રોડ જર્જરિત બન્યો હતો અને જેના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડતી હતી. તેમજ ચોમાસામાં પાણી ભરાઇ રહેતાં વાહનચાલકો અને લોકોને આવવા-જવામાં આ રોડ પર મુશ્કેલ બન્યું હતું અને આ રોડ બનાવવા માટે ગામલોકોની પણ ગ્રામ પંચાયતમાં રજૂઆતો હતી. રોડ વચ્ચે નડતરરૂપ ઇલેક્ટ્રીક પોલ દૂર કરવા માટે લણવા ગામના અગ્રણી અને પૂર્વ કારોબારી અધ્યક્ષ એમ.એસ. પટેલ, જસવંતસિંહ દરબાર સહિત અગ્રણીઓએ જીઈબીમાં રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...