દબાણો દુર કરવા રાહદારીઓને વાહનચાલકોની માંગ:ચાણસ્મા સર્કલથી હારિજ હાઈવે પર લારી - ગલ્લાંઓના દબાણ

ચાણસ્મા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદેસરના દબાણો દુર કરવા રાહદારીઓને વાહનચાલકોની માંગ

ચાણસ્મા સર્કલથી હારીજ તરફના હાઇવે પર છેલ્લા કેટલાય સમયથી લારીગલ્લાના, ખાનગી વાહનો, છાપરાં વાળી હોટલના ગેરકાયદેસર દબાણ કરાતા વાહન ચાલકો મોટી મુશ્કેલી અનુભવી રહ્યા છે. તંત્ર દ્વારા ગેરકાયદેસર દૂર કરી મહેસાણાથી રાધનપુર વાયા ચાણસ્માથી પસાર થતા આ હાઇવે વાહનોના આવન જાવન હોવાથી વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરવા જોઈએ તેવી રાહદારીઓને વાહનચાલકોની લોક માંગ ઉઠી છે.

આ અંગે માર્ગ મકાન વિભાગ હારીજના સૂત્રોએ જણાવ્યું હતું કે ચાણસ્મા સર્કલથી હારીજ રોડની બાજુની જગ્યા માર્ગ મકાન વિભાગ સ્ટેટમાં આવે છે અને આ જગ્યાની કોઈ ધંધાદારીઓને ફાળવણી કરાઈ ન હોવાનું માર્ગ મકાન વિભાગ હારીજ ઓફિસ દ્વારા જણાવાયું હતું પરંતુ હવે મહેસાણાથી વાયા ચાણસ્મા થઈ પાટણ સુધી હાઇવે રોડ પહોળો બને છે જ્યારે સર્કલથી હારીજ તરફના રોડ ઉપર બ્રિજ આવતો હોવાથી સર્કલની ડાબી બાજુના દબાણો દૂર કરાશે.

અન્ય સમાચારો પણ છે...