ગામનું ગૌરવ વધાર્યું:મીઠીઘારીઆલના ઇતિહાસમાં ધોરણ10માં પ્રથમવાર છાત્રએ 92.83 ટકા મેળવ્યા

ચાણસ્મા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રિન્સ પટેલ - Divya Bhaskar
પ્રિન્સ પટેલ

ચાણસ્મા તાલુકાના મીઠીઘારીઆલ ગામના વતની પીઢ પત્રકાર કે.સી. પટેલના પૌત્ર પટેલ પ્રિન્સ વિપુલકુમારે ધો.10ની પરીક્ષામાં 99.32 પીઆર (92.83 ટકા) મેળવી ગામનું ગૌરવ વધાર્યું છે.

પ્રિન્સ કચ્છની આદિપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરે છે. પિતા વિપુલભાઈ એન્જિનિયર અને માતા કૈલાસબેન ગૃહિણી છે. ઉલ્લેખનીય છે કે,પાટણ જિલ્લાના અંતરિયાળ મીઠીઘારીઆલ ગામના ઇતિહાસમાં ધો.10માં 92.83% મેળવ્યા હોય તેવો આ પ્રથમ વિદ્યાર્થી છે.

આઇટી એન્જિનિયર બનવા માગતા પ્રિન્સે તેની સફળતાનો શ્રેય શિક્ષકો અને પરિવારને આપતાં જણાવ્યું કે, નિયમિત અને સતત વાંચનથી શ્રેષ્ઠ પરિણામ હાંસલ થઈ શક્યું છે.

અન્ય સમાચારો પણ છે...