તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ચાણસ્માના શેષ નારાયણ ગોગા મહારાજના મંદિરમાં લઘુરૂદ્ર સહિતના કાર્યક્રમો યોજાયા

ચાણસ્માએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નાગપંચમી નિમિત્તે ચાણસ્મા ગોગાબાપાના મંદિરમાં નયનરમ્ય શણગાર કરાયો હતો. દિવસભર શ્રદ્ધાળુઓની અવરજવર રહી હતી. - Divya Bhaskar
નાગપંચમી નિમિત્તે ચાણસ્મા ગોગાબાપાના મંદિરમાં નયનરમ્ય શણગાર કરાયો હતો. દિવસભર શ્રદ્ધાળુઓની અવરજવર રહી હતી.
  • ભાવિકોએ દાદાના ચરણોમાં શ્રીફળ, કુલેરનો પ્રસાદ અર્પણ કરી
  • ચાણસ્મા, ધરમોડા સહિત અન્ય ગામમાં ગોગા બાપાના મંદિરમાં નાગપંચમીએ દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઊમટ્યું

શુક્રવારે નાગપંચમીના પવિત્ર દિવસે ચાણસ્મા, ધરમોડા, સેઢાલ, કંબોઈ, ધાણોધરડા, લણવા સહિત ગોગા બાપાના સ્થાનકે ભાવિકોએ દર્શને ઊમટી પડી દાદાના ચરણોમાં શ્રીફળ, કુલેરનો પ્રસાદ અર્પણ કરી જીવનની ધન્યતા અનુભવી હતી. ચાણસ્મા જૂના રબારીવાસમાં બિરાજમાન 1200 વર્ષ પ્રાચીન શેષ નારાયણ ગોગા મહારાજના સ્થાનકે નાગપંચમી ઉત્સવ પ્રસંગે વહેલી સવારે દાદાના ચરણોમાં લઘુરુદ્ર યજ્ઞ યોજાયો હતો. જેના યજમાનનો લાભ એડવોકેટ મહેન્દ્રભાઇ અમથાભાઈ દેસાઈ પરિવારે લીધો હતો.

આ પ્રસંગે ચાણસ્મા તેમજ મોઢેરા, બહુચરાજી, હારિજ, પાટણ પંથકમાંથી શ્રદ્ધાળુઓ ગોગા બાપાના દર્શને ઊમટી પડ્યા હતા અને ભોજન પ્રસાદનો લ્હાવો લીધો હતો. શ્રદ્ધાળુઓને ગોગા મહારાજ પરિવારના હિતેન્દ્ર દેસાઈ, પરેશ દેસાઈ, પુજારી હસમુખપુરી ગોસ્વામી, મુકેશ પિત્રોડા સહિતે આવકાર્યા હતા. નાગપંચમી નિમિત્તે મંદિર અને પ્રવેશદ્વારને ફૂલોનો નયનરમ્ય શણગાર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...