તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાચારી:ચાણસ્માની બેંક ઓફ બરોડામાં બીજા માળે લોખંડની સીડી ચઢવા વૃદ્ધોને હાલાકી

ચાણસ્મા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેંક મેનેજરે ગ્રાહકોની તકલીફ બાબતે લાચારી વ્યક્ત કરી
  • બેંકમાં સોમવારે ભીડ જામતાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા

ચાણસ્મા ખાતે સોમવારે બેંક ઓફ બરોડામાં નાણાકીય લેવડદેવડ માટે તાલુકાના ગામડાઓમાંથી લોકો ઉમટી પડતાં ભીડ સર્જાઈ હતી અને સોશિયલ ડીસ્ટન્ટનો અભાવ સર્જાયો હતો. બીજી તરફ સિનિયર સિટિઝન ખાતેદારો માટે બેંકની સીડી ચડવી અને ઉતરવી મુશ્કેલ બની હતી. કેટલાક ઉંમરલાયક ખાતેદારોએ બેંકને ભોંયતળિયે લાવવાની માંગ ઉચ્ચારી હતી. બેંકના ઉપરના માળે સિઢી ચઢી કામ માટે આવતા તાલુકાના ગ્રાહકો પરેશાન થઈ ઉઠ્યા છે. ભોયતળીયે બેંક ન હોવાથી વૃદ્ધોએ ઉપર ચઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ બાબતે બેન્કના મેનેજરને પૂછતાં જણાવેલ કે અમોએ સિનિયર સિટીઝન તેમજ અપંગ ગ્રાહકોને સિધાજ બેંકની અંદર પ્રવેશ આપવા માટે જણાવેલ છે. તેમજ ડિસ્ટન્સ જાળવવાનું પણ હોમગાર્ડના જવાનોને જણાવેલ છે. પરંતુ લાઈનમાં ઊભા રહેલા ગ્રાહકો એમને અંદર આવવા દેતાં નથી. અમારી પણ ફરજ છે કે ગ્રાહકને કોઈ તકલીફ ના પડે પરંતુ અમે પણ લાચાર છીએ.

અન્ય સમાચારો પણ છે...