ગૌરીવ્રત:ચાણસ્મા જાયન્ટસ દ્વારા બાળાઓને ફરાળ કીટ વિતરણ

ચાણસ્મા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રવિવારે ગૌરીવ્રત નિમિત્તે ગુરૂપૂર્ણિમાના દિવસે જાયન્ટસ ચાણસ્મા સહિયર દ્વારા દાતાઓ ગીતાબેન સુથાર, સ્વ.ત્રિકમલાલ શાહ, ચંદ્રિકાબેન બી.પટેલ, રાહુલ સુખડીયા, દિનેશભાઇ પટેલ તેમજ અન્ય દાતાઓના સૌજન્યથી આશરે 325 બાળાઓને પેંડા, ફરાળી કેવડો, કેળા, વેફર પેકેટ સાથેની કીટ બનાવી લાલેશ્વર મહાદેવમાં પૂજા કરવાના સમય વખતે સહિયર પ્રમુખ કુ.શોભનાબેન બી.પટેલ, અનિતાબેન પટેલ, મંજુલાબેન ડી.પટેલ, રામી દીપિકાબેન, અંજનાબેન સુખડીયા અન્યોના હસ્તે વિતરણ કરવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...