માંગ:ધીણોજ હાઈવેથી રેલવેપુરા,અંબાજી મંદિર સુધી રોડની સાઈડના દબાણો હટવવા માંગ

ચાણસ્માએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતાં ગાંધી ચિંધ્યા આંદોલનની ચિમકી

ચાણસ્મા તાલુકાના ધિણોજના રેલવે પુરા ગામે અંબાજી માતાજીના મંદિરથી રેલ્વે સ્ટેશન સુધી તેમજ ધિણોજ હાઇવેથી અંબાજી મંદિર સુધી રોડની બંને બાજુ ગેરકાયદેસર દબાણ સરકારી જમીનોમાં કરાતાં અવરજવરમાં અડચણો સર્જાઈ રહી છે જે દબાણ દૂર ન કરાતા ગાધીચિંધ્યા માર્ગે આદોલનની ચીમકી આપી છે.

રેલવેપુરાના રહીશ પટેલ પ્રદીપકુમાર લીલાચંદભાઇ દ્વારા તાલુકા પંચાયત ઉપરાંત જિલ્લા પંચાયતમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. તાલુકા જિલ્લા કક્ષાએ સ્વાગત ફરિયાદમાં પણ રજૂઆતો કરતાં કલેકટર દ્વારા ગ્રામ પંચાયતને દબાણ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કર્યો હોવા છતાં પણ આજ સુધી તાલુકા પંચાયત કે રેલ્વેપુરા ગ્રામ પંચાયત દ્વારા દબાણો હટાવવાની કાર્યવાહી કરરી નથી. જો આવા દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ભુખહડતાલથી લઈને આમરણ ઉપવાસ પર ઉતરવાની અરજદાર પ્રદીપભાઈએ તૈયારી બતાવી હતી.

અન્ય સમાચારો પણ છે...