માંગ:ચાણસ્મા પંથકમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનના વળતરની માંગ

ચાણસ્મા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાયડો, બીટી કપાસ, સવા, અજમો જેવા પાકમાં વરસાદી પાણી ભરાયું
  • ચોમાસામાં વરસાદે નુકસાન કર્યું, હવે રવિપાકમાં પણ નુકસાનની ભિતી

ચાણસ્મા સહિત પંથકમાં વાતાવરણ પલટાતાં ભરશિયાળે ભારે માવઠું થયું હતું. જેના કારણે એરંડા, બીટી કપાસ, અજમો, સવા જેવા વાવેતર કરાયેલા પાકોમાં માવઠાના કારણે ખેતરમાં પાણી ભરાઇ જતાં નુકસાન થવા પામ્યું હતું. ગત વર્ષે પણ કોરોનાની પરિસ્થિતિ તેમજ વધારે વરસાદના કારણે ખેડૂતોને ખેતી બગડી હતી અને ઓછામાં પૂરું થોડી ઘણી આશા ચોમાસુ પછીના ખરીફ પાકમાં હતી.

તેમાં પણ કમોસમી માવઠું થતાં ખેડૂતોને હાલના પાકોમાં નુકસાન થતાં પડતા ઉપર પાટું પડ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ચાણસ્મા પંથકના ખેડૂતોએ સરકાર પાસે તેમને થયેલા ખેતી નુકસાનમાં સસહાય કરાય તેવી માંગ ઉચ્ચારાઇ છે.તાલુકાના દાણોદરડાના ખેડૂત વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી કોરોનાકાળ બાદ વધારે વરસાદ પડવાના કારણે ખેડૂતોને ખેતી નિષ્ફળ ગઈ છે અને રહી જતું હોય તેમ આ વર્ષે ભર શિયાળામાં માવઠું પડતાં ખરીફ પાકો જેવા કે અજમો, સુવા, બીટી કપાસ, એરંડા સહિતના વાવેતરમાં પાણી ભરાઈ જતાં નુકસાન થવાની મોટી દહેશત વ્યક્ત કરી હતી.

અને ખેડૂતોને પડતા ઉપર પાટું પડવા જેવી સ્થિતિનું નિર્માણ થઇ છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવી તેવી માંગ તેમણે ઉચ્ચારી હતી. ચાણસ્મા પંથકમાં કમોસમી વરસાદથી ઈંટવાડામાં પણ નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...