આયોજન:પશુપાલકો આર્થિક રીતે પગભર બને તે દિશામાં ડેરી કામ કરશે : અશોક ચૌધરી

ચાણસ્માએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાણસ્માના બ્રાહ્મણવાડા ગામે દૂધ સાગર ડેરીના નવનિયુક્ત પ્રમુખનું સ્વાગત કરાયું
  • જમીન વિકાસ બેન્ક ચાણસ્માના પ્રમુખ સહિત તાલુકાના હોદ્દેદારો હાજર રહ્યા

ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે‌ દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીનું ભવ્ય સ્વાગત અને સન્માન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ ગામના માજી સરપંચ ધીરુભાઇ ચૌધરી, રમેશભાઇ કાનજીભાઇ (વકીલ) દેસાઈ અને સર્વે ગામજનો મળીને આ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ચેરમેન અશોકભાઇ ચૌધરીએ જણાવ્યું કે પશુપાલકોનું હીત જળવાય તે માટે તેમણે પશુપાલક હર્ષાય તેવો દૂધના ભાવમાં વધારો કર્યો છે, વર્ષના અંતે દૂધનો સારો ભાવ વધારો પણ આપવાનું વિચાર્યું છે. જે ભૂતકાળથી ઉચ્ચતમ હશે તેવી ખાત્રી આપી.

રાતદિવસ સતત પશુપાલકની ચિંતા કરી, સારો વહીવટ આપી, આર્થિક ઉન્નતિ થાય તેવા સતત પ્રયાસ થાય છે અને થશે તેવી ખાત્રી આપી હતી. દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન અમરતભાઇ દેસાઈ તેમજ સર્વે બોર્ડ ડિરેક્ટરો, ભાજપ કિસાન નેતા સરદારભાઇ ચૌધરી, સહયોગ ચેરમેન ફાલ્ગુનભાઇ ચૌધરી તેમજ ખેતી બેંક ચાણસ્મા શાખાના બિનહરીફ ચુંટાયેલ ચેરમેન નાનજીભાઇ ચૌધરીનું પણ સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...