બેદરકારી:સોશિયલ ડિસ્ટન્સનો ભય ન હોય તેમ ચાણસ્મા અને હારીજની બેન્કો બહાર લાઇનો, 43 ડિગ્રી ગરમીમાં ધોમધખતા તાપમાં લાઇન લગાવી ઉભા હતા

ચાણસ્મા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા - Divya Bhaskar
ચાણસ્મા

પાક ધિરાણ સહિતના બેન્કોના કામો માટે  ચાણસ્મા શહેર સહિત તાલુકાના ગ્રાહકો તથા હારીજ બેમ્કો આગળ 43 ડિગ્રી ગરમીમાં ધોમધખતા તાપમાં ગ્રાહકો લાઇન લગાવી ઉભા હતા. ગ્રાહકો ભર ઉનાળે તડકામાં શેકાતા હોવા છતાં બેન્ક દ્વારા ગ્રાહકો માટે છાયડાની પણ સગવડ કરવામાં ન આવતા ગ્રાહકો દ્વારા રોષ જોવા મળ્યો હતો. ગ્રાહકોએ જણાવ્યું હતુ કે પૈસાની જરૂરિયાત તેમજ હાલમાં પાક ધિરાણ રીન્યુ સહિતના બેન્કના કામ માટે આવવાનું થાય છે પરંતુ બેન્ક દ્વારા કોઇ જ ધ્યાન અપાતું નથી. બીજી તરફ બેન્કોના કામ આવેલા ગ્રાહકોને જાણે કોરોનાનો ભય ન હોય તેમ સોશિયલ ડિસ્ટન્સનો ભય ન હોય તેમ ટોળા જમાવી ઉભા હતા. તંત્ર દ્વારા નિયમનુ ભંગ કરનાર સામે લાલ આંખ કરે તે જરૂરી બન્યુ છે. બીજી તરફ લોકો પણ સ્વેચ્છાએ નિયમનયુ પાલન કરી સમજદારી દાખવે તે જરૂરી બન્યુ છે. 

અન્ય સમાચારો પણ છે...