ચાણસ્મા ખાતે ગત 23 માર્ચે 2022ના રોજ કેટલાક ખેડૂતો અને વ્યક્તિઓએ વકીલની બદનામી થાય તેવા શબ્દ પ્રયોગ સાથે આવેદન પત્ર મામલતદારને આપ્યુ હતું. જેના પગલે વકીલ દ્વારા ચાણસ્મા કોર્ટમાં આવેદન આપનારા લોકો સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરવા ચાણસ્મા કોર્ટમાં લેખિત અરજી કરી હતી. જેમાં કોર્ટે ફરિયાદી જગદીશ ચૌધરીની પટેલ વિષ્ણુભાઈ નથુદાસ સહિતના 12 વ્યક્તિઓ સામે કોર્ટ ઈન્કવાયરીનો હુકમ કરતા ચાણસ્મા પંથકમાં ચકચાર પામી છે
ચાણસ્મા પંથકમાં કેબલ ચોરીઓ થતાં પોલીસે કેટલાક આરોપીઓને તપાસ માટે પોલીસ મથકે લાવી પૂછપરછ કરી હતી પરંતુ કેટલા ખેડૂતોએ ચાણસ્માના વકીલ જગદીશ ચૌધરી દ્વારા ગુનેગારોનો બચાવ કરાતો હોવાના આક્ષેપ સાથે પટેલ વિષ્ણુભાઈ નથુદાસ સહિત 12 થી વધારે વ્યક્તિઓએ વકીલની બદનામી થાય તેવા શબ્દોનો ઉપયોગ કરેલું આવેદનપત્ર આપ્યુ હતું. જેમાં ફરિયાદી વકીલે ચાણસ્મા કોર્ટમાં માનહાની થયાની ફરિયાદ દાખલ કરવા અરજી કરી હતી. જેમાં ચાણસ્મા કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સુનિલકુમાર મહેતા દ્વારા પટેલ વિષ્ણુભાઈ નથુદાસ સહિત આવેદનપત્રમાં સહી કરનાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવા અંગે કોર્ટ તપાસ કરવા હુકમ કરતાં ચકચાર મચી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.