તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જળ સમૃદ્ધ ગુજરાતની નેમ સાથે સુજલામ-સુફલામ જળ અભિયાનના ચોથા ચરણનો પાટણ જિલ્લાના વડાવલીથી આરંભ કરાવતા આ અભિયાનમાં જન-જનને જોડીને જળ અભિયાન જન અભિયાન બનાવવા આહવાન કર્યુ હતું. આ રાજ્યવ્યાપી અભિયાન બે મહિના રાજ્યમાં ગામ-જિલ્લા-તાલુકા સ્તર સુધી ચાલશે. નાગરિક, યુવાનો સૌ કોઇ અઠવાડિયામાં બે દિવસ શ્રમ યક્ષથી અભિયાનમાં જોડાય તેવો અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ સહસ્ત્રલીંગ તળાવ, રાણકીવાવ જેવા પૂરાતન જળસંચય સ્ત્રોતની વિરાસત જેમ જ વર્તમાન સમયમાં નદી, તળાવો, ચેકડેમ વગેરેની સાફ-સફાઇના કામ કરવા સૂચન કર્યું હતું. પાટણ જિલ્લામાં 493 કામ સરકારી તંત્ર દ્વારા અને 18 કામ સંસ્થાઓના સહકારથી કરવામાં આવનાર છે. જિલ્લામાં 13 કરોડ 97 લાખ ખર્ચ કરવામાં આવનાર છે.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર, જળસંપત્તિ સચિવ એમ. કે. જાદવ, પૂર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલ, જી.આઇ.ડી.સી.ના ચેરમેન બળવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, પ્રદેશ સંગઠનના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.