કાર્યક્રમ:સેઢાલમાં ચાણસ્મા તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

ચાણસ્મા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આધારકાર્ડ,ચુંટણીકાર્ડ સહિત વિવિધ યોજનાઓ 930 લાભાર્થીઓ લાભ લીધો

ચાણસ્મા તાલુકાના સેઢાલ ખાતે મામલતદારની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આશરે 930 લાભાર્થીઓ ભાગરૂપી બન્યા હતા. સેવાળા, સેંધા, રામગઢ ,ગલોલી વાસણા, સેઢાલ, ખારીઘારીયાલ, ધરમોડા જેવા ગામોના લાભાર્થીઓને આવકના 89 દાખલા, જાતિના 5, કિમીલીયરના 5, બીપીએલના 5, ઇ-શ્રમકાર્ડ 79, રેશનકાર્ડની કામગીરી 19 ,આધાર કાર્ડ 112, સિનીયર સિટીઝન પ્રમાણપત્ર, આયુષ્યમાન કાર્ડ, જમીનને લગતી અરજીઓ, ડાયાબિટીસ/ બીપી ચેકીંગ 81 પશુ આરોગ્યને લગતા-70 કેશો, ઉ.ગુ.વીજ કંપનીને લગતા પ્રશ્નો સહિતની કામગીરી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુવા સંગઠન સ્થાપક વિક્રમજી ઠાકોર, જિલ્લા યુવા પ્રમુખ સતિષભાઇ પટેલ, ભાજપ મહામંત્રી કિરણભાઇ જાની, ચાણસ્મા તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઇ સોલંકી, નાયબ મામલતદાર ચંદ્રેશ પોરબિયા, તાલુકા વિકાસ અધિકારી યોગેશભાઇ ભાવસાર, સેઢાલ સરપંચ ગોવિંદભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...