તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિસામણાં:ચાણસ્મા તાલુકા ભાજપ પ્રમુખ - તાલુકા પંચાયત પ્રમુખ ચવેલી ગામના બનાવતાં ભાજપમાં જૂથવાદ

ચાણસ્મા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • વડાવલી ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ભાજપના જુના જોગીઓની ગેરહાજરી

ચાણસ્મા તાલુકો ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી જિલ્લા અને તાલુકા સ્તરના ભાજપના સંગઠનમાં આંતરિક અસંતોષ ઉભો થયો છે. તાજેતરમાં તાલુકા પંચાયતના પ્રમુખની વરણી કરવામાં આવી હતી તે પછી કાર્યકરો બે જૂથમા સામસામે થઈ ગયા છે. એક જૂથના પદાધિકારીઓએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એક જ ગામના (ચવેલીના) તાલુકા ભાજપ પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવા બિલકુલ ખોટું છે અને જેને લઇને કેટલાક નિર્ણયો પાર્ટી માટે પણ ખોટા થઈ શકે છે.

આ આંતરિક નારાજગીની અસર મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જોવા મળી હતી. જેમાં કેટલાક જૂના અગ્રણીઓ હાજર રહ્યાં ન હતા.ચાણસ્માના વડાવળી ખાતે મુખ્યમંત્રી અને પ્રદેશ મહામંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ચાણસ્મા તાલુકા ભારતીય જનતા પાર્ટીના જૂના જોગીઓ ઈશ્વરભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ, દશરથભાઇ પટેલ, બ્રાહ્મણવાડાના મીનાબેન ચૌધરી વગેરે હાજર રહ્યા ન હોવાથી તેને લીધે કાર્યકરોમાં અંદરોઅંદર કાનાફૂસી થતી સાંભળવા મળી હતી.

તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ઉપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જીતુભાઈ ભલજીભાઈ સોલંકીની પક્ષ દ્વારા મેન્ડેટ આવ્યો છે તેના આધારે વરણી કરાઇ છે. છતાં પણ અમારા જ પક્ષના કાર્યકરોને ખોટી ગેરરીતિ થઇ હોવાનું જણાય છે. પણ પરંતુ લાંબા ગાળે ઘીના ઠામમાં ઘી સ્થિર થઈ જશે તેવું તેમણે જણાવ્યું હતું. અન્ય એક પદાધિકારીએ જણાવ્યું કે તાલુકા પંચાયત અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એક જ ગામના છે.

જે પક્ષના કાર્યકરો માટે પણ દુઃખદાયક છે. પાર્ટી દ્વારા આ બાબતે કંઈક યોગ્ય કરવામાં આવશે તેવી તેમણે આશા દર્શાવી હતી. આ સબંધે પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલને જૂથવાદની સ્થિતિ નિર્માણ થતાં તે અંગે તેમને પૂછતા તેમણે હાલ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો