તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ગ્રામ વિકાસ એજન્સી આયોજીત સેમિનારનો ચાણસ્મા સરપંચ અસોસિએશનનો બહિષ્કાર

ચાણસ્મા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15મા નાણાપંચ અંતર્ગત થયેલા કામોની ગ્રાન્ટ ન ફાળવાતાં સરપંચો નારાજ
  • સરપંચોએ ડીડીઓને આવેદનપત્ર આપી સરકારી કાર્યક્રમોના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

ચાણસ્મા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વિકાસલક્ષી કામો અંતર્ગત એક વર્કશોપ સેમિનાર બુધવારે યોજાયો હતો. જેનો ચાણસ્મા તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા બહિષ્કાર કરી 15માં નાણાપંચ અંતર્ગત ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોની ગ્રાન્ટની ફાળવણી કરવા સભામાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો સરપંચો દ્વારા સરકારી કાર્યક્રમોનું બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હોવાનું સંયોજક અજીતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. ગુરુવારે એસોસિએશનનુ પ્રતિનિધિ મંડળ પંચાયત મંત્રીને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા માટે રૂબરૂ ગયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...