ચુંટણીનો જંગ:ચાણસ્મા તાલુકા પંચાયતની ઉપપ્રમુખની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરાયા, ભાજપ અને કોગ્રેસ વચ્ચે આજે ચુંટણી જંગ જામશે

ચાણસ્મા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાણસ્મા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સામે અગાઉ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી જેના કારણે ઉપપ્રમુખની જગ્યા ખાલી હતી. ફરીથી ઉપપ્રમુખનીનિમણુક સંદર્ભે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરતા બુધવારે ઉપપ્રમુખની ચુંટણી અંગે ઉમેદવારીપત્રો ભરવાની કાર્યવાહી નક્કી કરવામાં આવતા તાલુકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.બુધવારે  27મી મેં ના રોજ ભાજપ તરફથી ઈબ્રાહિમભાઇ ઉર્ફ બાબાખાન જીવણખાન સોલંકીનો મેન્ડેડ આવતા તેમના તેમના ટેકેદારો સાથે ઉમેદવારીપત્ર ભર્યુ હતું. જ્યારે કોગ્રેસ તરફથી સરલાબેન સોવનજી ઠાકોરે તાલુકા પંચાયતના પ્રમુખ ગેમરભાઇ દેસાઈ અને તેમના ટેકેદારોની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભર્યુ હતું. ગુરુવારે 28મે નાં રોજ ઉપપ્રમુખની ચુંટણી યોજાશે તેમ તાલુકા વિકાસ અધિકારી પ્રજાપતિએ જણાવ્યું હતું.જોકે ચૂંટણીને લઇ હાલ રાજકીય ગરમાવો છવાયો છે. જો કે અગાઉ ઉપપ્રમુખ સામે અગાઉ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી હવે ફરીથી ઉપપ્રમુખની નિમણુક થવાની છે ત્યારે આ ચૂંટણી પર બધાની મીટ મંડાઇ છે. 

અન્ય સમાચારો પણ છે...