આદેશ:ખોરસમના ખેડૂતને જમીનનું વળતર નહીં ચૂકવતાં બોલેરો બ્રાન્ચ કેનાલની ઓફિસ સીલ

ચાણસ્માએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ કોર્ટે 2016માં 2 લાખ વધુ વળતર ચુકવવા આદેશ કર્યો જે આજસુધી ચુકવ્યું ન હતું

ચાણસ્મા તાલુકાના ગામના ખેડૂત પટેલ ઇશ્વરભાઇ નારણભાઈએ પોતાની જમીન તેમના વિસ્તારમાંથી નર્મદા વિભાગની બોલેરો બ્રાન્ચ કેનાલ પસાર થવાની હોવાથી 1992માં પોતાની જમીન નર્મદા વિભાગને બોલેરો બ્રાન્ચ કેનાલ માટે આપી હતી. પરંતુ નર્મદા વિભાગ દ્વારા 1994માં જમીનનું વળતર મળતાં ઓછું ખેડૂતે મહેસાણાના મહિલા એડવોકેટ શ્વેતાબેન પટેલ મારફતે વધુ વળતર મેળવવા માટે પાટણ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી 11-3-2016ના રોજ પાટણ કોર્ટ દ્વારા ખેડૂતોને બે લાખ રૂપિયા વધુ વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.

પરતું નર્મદા વિભાગ દ્વારા આજ સુધી અરજદાર ખેડૂતોને બે લાખનંુ વળતર ચુકવણી નહીં કરાતા અને નર્મદા વિભાગના અધિકારીઓ કોર્ટમાં તારીખ અનુસાર પણ હાજર ન રહેતા અરજદાર ખેડૂતના વકીલે કોર્ટમાં ખેડૂતોને વળતર મળી રહે તે માટે નર્મદા વિભાગની ઓફિસ જપ્ત કરવા માટે વોરંટ કઢાવતા શનિવારે પાટણ કોર્ટના બેલીફ જપ્તી વોરંટ લઈને આવતા અને અરજદાર તરફે મહિલા એડવોકેટ શ્વેતાબેન પટેલ નર્મદા વિભાગની બ્રાન્ચ કેનાલની ઓફિસની સીલ મારી જપ્ત કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.બોલેરો બ્રાન્ચ કેનાલના કાર્યપાલક ઇજનેર વિજય પટેલનું ટેલિફોનિક સંપર્ક કરતા તેમનો સંપર્ક થઇ શકયો નથી

અન્ય સમાચારો પણ છે...