દુર્ઘટના:કારની ટક્કરે મહેસાણાના બાઇક ચાલક યુવકનુ મોત

ચાણસ્મા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાણસ્માના પીંપળ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો
  • ચાણસ્મા થી પરત આવતાં કાર ચાલકે ટક્કર મારી

મહેસાણા શહેરનો યુવક શુક્રવારે રાત્રે બાઈક ઉપર ચાણસ્માથી પરત મહેસાણા જઈ રહ્યો હતો ત્યારે કારની ટક્કરે તેને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું ઘટના બાદ સ્થળ ઉપર દોડી આવેલા તેના પરિવારજનોએ ચાણસ્મા સરકારી દવાખાને લઈ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

મહેસાણા શહેરમાં રાધનપુર રોડ ઉપર આવેલ ઉમાપતિ સોસાયટીમાં રહેતા અને દેદીયાસણ જીઆઇડીસીમાં ખાનગી નોકરી કરતા શ્રીમાળી કેયુરકુમાર દશરથભાઈ શુક્રવારે સાંજે તેના મિત્ર નું બાઈક લઈને કોઈ કામ અર્થે ચાણસ્મા ખાતે ગયો હતો ત્યાંથી પરત જવા નીકળતા ચાણસ્મા તાલુકાના પીંપળ ગામ નજીક મોડી રાત્રે બાઈક નંબર જીજે 02 બીબી 7772 ને મહેસાણા તરફથી આવી રહેલી કાર નંબર જીજે 24 એક્યું 291 ના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈકને જોરદાર ટક્કર મારતાં બાઈક ચાલક કેયુરભાઈ (ઉંમર વર્ષ 28) રોડ ઉપર પટકાતાં માથાંના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.

તેણે તેના મિત્ર ને જાણ કરતાં ભાઈ પિયુષભાઈ દશરથભાઈ શ્રીમાળી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મોટાભાઈ કેયુરભાઈને ચાણસ્મા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જેની જાણ ચાણસ્મા પોલીસને કરવામાં આવતા પી.એસ.આઇ ડામોર આરોગ્ય કેન્દ્ર ખાતે આવીને લાસનું પી એમ કરાવી લાસ વાલી વારસો ને સોપી હતી .

અન્ય સમાચારો પણ છે...