તપાસ:ભાટવાસણાનો યુવાન છમીસા ગામે મજૂરીએ ગયા પછી ગુમ

ચાણસ્મા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચાણસ્મા તાલુકાના ભાટવાસણા ગામનો એક યુવક ત્રણ દિવસ અગાઉ છમીસા ગામે લાકડાં કાપવાની મજૂરી માટે ગયા પછી પરત ન આવતા પરિવારજનો દ્વારા પોલીસને રાવ કરી છે.ભાટવાસણા ગામનો ઠાકોર વિજયકુમાર ઉદેસગ અને વિનુજી કરશનજી 12 ઓકટોબરના રોજ છમીસા ગામે ઠાકોર બકાજી અમરતજીને ત્યાં લાકડાં કાપવાની મજુરીએ ગયેલ હતા.

મોડી રાત્રે અગિયાર વાગે એક શખ્સે વિજયજીના છાતી ઉપર બેસી ગઈ ગળું દબાવી મોઢા પર મુક્કા મારી વિનુજીને જતો રહેવા ધમકી આપતાં વિનુજી ત્યાંથી નિકળી ગયો હતો. વિનુજી ઠાકોરે વિજયના ભાઇ પ્રકાશકુમાર ઉદેસંગને હકીકત જણાવતાં કૌટુંબિક ભાઇઓ દ્વારા છમીસા ખાતે તેમજ નર્મદા કેનાલ આજુબાજુ તપાસ કરવા છતાં પત્તો ન લાગ્યો હતો. વિજયનો મોબાઈલ પણ બંધ આવે છે. ચાણસ્મા પોલીસ મથકે પ્રકાશ ઉદેસંગ ઠાકોરે તેના ભાઈ ગુમ થયા અંગે જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...