તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ચાણસ્માના બસ સ્ટેશનમાં કંબોઈની મહિલાનાં ઘરેણાં ચોર યુવતી ઝબ્બે

ચાણસ્માએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હારિજ તાલુકાના કાતરાની યુવતી મોઢેરામાં નદી પાસે રહેતી હતી

ચાણસ્મા તાલુકાના કંબોઈની મહિલાઓ સામાજિક કામ અર્થે મંગળવારે ચાણસ્માથી બસમાં બેસીને વડાવલી જતાં પર્સમાં મુકેલા 3.15 લાખના દાગીના કોઈ અજાણ્યા ઇસમો દ્વારા ચોરી જવાની ઘટનાની ચાણસ્મા પોલીસ મથકે ગુરુવારે ફરિયાદ નોંધાયા પછી કલાકોમાં શુક્રવારે સાજે પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. મોઢેરા ખાતે નદી પાસે રહેતી દેવીપૂજક યુવતી પાસેથી તમામ દાગીના પણ રીકવર કરી લેવાયા છે.

ચાણસ્મા પીઆઈ એસ.એ. ગોહિલે શકમંદોની તપાસ હાથ ધરી હતી.જેમાં બે ટીમો બનાવી ચાણસ્મા અને મહેસાણા સુધી શકમંદોની પૂછપરછ કરાઇ હતી. જેમાં સ્ટાફના સરદારસિંહ, સુરેખાબેન, વિષ્ણુભાઈ, કલ્પેશકુમાર વગેરે તપાસ કરતા મૂળ હારીજના કાતરાની અને મોઢેરા ગામે નદી પાસે રહેતી 25 વર્ષીય જશોદાબેનને પકડી લાવી પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...