રેલીનું આયોજન:ચાણસ્મા શહેરમાં આપ દ્વારા મોંઘવારી વિરોધી સૂત્રોચ્ચાર, હાઈવે સર્કલથી રેલી નીકળી મુખ્ય બજારમાં ફરી

ચાણસ્માએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચાણસ્મા શહેરમાં આપના કાર્યકરો દ્વારા હાઈવે સર્કલથી વાહનો સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચાણસ્માના સરદાર ચોક સ્ટેશન રોડ મુખ્ય બજાર સહીત ચાણસ્માના વિવિધ વિસ્તારોમાં આપના કાર્યકરોએ રેલી કાઢી હતી અને હાલની કમરતોડ મોંઘવારી વિરૂદ્ધ કરીને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

ચાણસ્મા પીઆઇ આર એમ વસાવા પીએસઆઈ રમીલાબેન મકવાણા દ્વારા રેલી દરમિયાન અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો સવારે દસ વાગે ચાણસ્મા શહેરના આયુર્વેદ સર્કલથી નીકળેલી આ કાર્યકરને રેલી વાહનોના કતાર સાથે ચાણસ્માના મુખ્ય બજારોમાં પરિભ્રમણ કર્યા બાદ બે કલાક ચાણસ્મા હાઈવે સર્કલ પર આવ્યા બાદ રેલીનું સમાપન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...