તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:બહુચરાજી-ચાણસ્મા રૂટની બસો શરૂ નહીં કરાતા મુસાફરોમાં રોષ

ચાણસ્મા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સ્થાનિકો ના છૂટકે ખાનગી વાહનમાં વધુ ભાડું ખર્ચી મુસાફરી કરવા મજબૂર

કોરોનાની મહામારી ઓછી થતા રાજ્ય પરિવહન નિગમ દ્વારા દરેક ડેપોના મેનેજરને 70 ટકા બસોનું સંચાલન કરવા સૂચના આપી છે. તેમ છતાં નિગમની વાતોની ઉપેક્ષા કરી અનેક ગ્રામ્ય વિસ્તારોમાં બસો શરૂ કરવા તંત્ર ઠાગા થૈયા કરી રહ્યું છે.આ અંતર્ગત ચાણસ્મા ડેપો દ્વારા વાયા મીઠીધારીયાલ, શંખલપુર થઈને યાત્રાધામ બહુચરાજીને જોડતી એકપણ બસ શરૂ નથી કરી.જેને લઇ સ્થાનીકો તેમજ અપ-ડાઉન કરતા લોકો રોષ જોવા મળ્યો હતો.

ચાણસ્મા વાયા શંખલપુર, બહુચરાજીના આશરે 30 કિમીના અંતરમાં ચાણસ્મા ડેપો દ્વારા દૌનિક 10 જેટલી ટ્રિપોનું સંચાલન કરવામાં આવતું હતું.પરંતુ કોરોનાને પગલે શિક્ષણ કામગીરી બંધ થતાં સરકારના આદેશના પગલે બસ સેવા બંધ કરાઈ હતી. જોકે હાલ કોરોના મહામારી ઓછી થતા એસટી વિભાગ દ્વારા 70 ટકા બસના રૂટનું સંચાલન કરવા ડેપો મેનેજરને સૂચના અપાઈ છે. હાલમાં ધોરીમાર્ગ પર બસ સેવા કાર્યરત છે પણ ગ્રામ્ય વિસ્તારની બસો આજ સુધી બંધ રહેતા અપડાઉન કરતા લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યાં છે.

કર્મચારીઓ તથા સ્થાનિકો ના છૂટકે ખાનગી વાહનમાં વધુ ભાડું ખર્ચી મુસાફરી કરવા મજબૂર બન્યા છે. ચાણસ્મા બહુચરાજી રોડ પરના શંખલપુર, વેણપુર,સપાવાડા,સૂરજ , ડેલમાલ સહિતના અનેક ગામોના રૂટ શરૂ કરવામાં તંત્ર ઠાગા કરી રહ્યા છે. ત્યારે ચાણસ્મા ડેપો મૅનેજર સામે મુસાફરોમા રોષ જોવા મળ્યો હતો.આ તમામ રૂટ ત્વરીત ચાલુ કરવા લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...