દુર્ઘટના:ગલોલીવાસણામાં ગેસના બાટલામાં આગ લાગતાં રસોઈ બનાવતી મહિલા દાઝી

ચાણસ્મા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો

ચાણસ્માના ગલોલીવાસણા ગામે ગુરુવારે સાંજે રસોઇ બનાવતી વખતે અચાનક સગડીનું બર્નર ફાટતાં અાગ લાગતાં મહિલા દાઝી ગઈ હતી. ફાયર ફાઇટરે આવીને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.આગના કારણે રસોડાના માલસમાન તેમજ પતરાંને નુકશાન થયું હતું ગલોલીવાસણા ગામે સોમભાઈ દેસાઈના ઘરે તેમના પત્ની લક્ષ્મીબેન દેસાઈ ગુરૂવારની સાંજે સાડા 8 વાગ્યાના સુમારે રસોઈ બનાવી રહ્યા હતા. ત્યારે રાંધણ ગેસની સગડીનું બર્નર અચાનક લીકેજ થતાં બાટલામાં આગ ભભુકી હતી.

લક્ષ્મીબેનના શરીરે આગ લાગતાં બૂમાબૂમ કરતા અાજુબાજુથી લોકો દોડી અાવી લક્ષ્મીબેન પર ભીનું ગોદડું નાખી આગ બુઝાવતાં બચાવ થયો હતો અને સદનસીબે ઘરમાં રહેલા પૂળા, એરંડાના કોથળા બચી ગયા હતા. ગામ લોકો ઘટના સ્થળે દોડી આવી આગ બુઝાવવાનો પ્રયત્નો કર્યા હતાં. મહિલા સરપંચ દ્વારા જાણ કરાતાં પાટણ ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ચાણસ્મા ખાતેની ગેસ એજન્સીના પ્રતિનિધિ અને મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીએ ઘટના સ્થળની મુલાકાત લઈ વધુ વિગતો મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...