બુમરાડ ઉઠી:ચાણસ્મા તા.પં.ની ડીડીઓની ઓચિંતી મુલાકાતમાં 22 કર્મચારીઓ ગેરહાજર

ચાણસ્માએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓ અનિયમિત હોવાની બુમરાડ ઉઠી હતી
  • તાલુકા પંચાયતમાં હાજર ન મળેલા કર્મચારીઓનું ક્રોસ ચેક થશે: ડી.ડી.ઓ

ચાણસ્મા તાલુકા પંચાયત ખાતે મંગળવારે સવારે જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીએ ઓચિંતી મુલાકાત લીધી હતી તે દરમિયાન કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. 22 જેટલા કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા. જે અંગેની જિલ્લા વિકાસ અધિકારીએ નાયબ તાલુકા વિકાસ અધિકારી પાસેથી માહિતી મેળવી હતી.જોકે કેટલાક કર્મચારીઓ ફિલ્ડમાં ગયા હતા અને કેટલાક કર્મચારીઓ ગ્રામસભાઓમાં ગયા હોવાનું જણાયું હતું.

જિલ્લા વિકાસ અધિકારીએ તેમની મુલાકાત દરમિયાન તાલુકા વિકાસ અધિકારીને સાથે રાખી તમામ વિભાગોની મુલાકાત લઇ કામગીરીની વિગતો મેળવી હતી .તદ ઉપરાંત હવેથી કર્મચારીઓ સમયસર ઓફિસમાં હાજર થઈ વિકાસમાં કામો પૂર્ણ કરવા કડક સૂચનાઓ આપી હતી. ચાણસ્મા તાલુકા પંચાયતના મકાનની હાલની સ્થિતિનું નિરીક્ષણ કરી તેનું નવીનીકરણ કરવા સાથે તાલુકા પંચાયતના કર્મચારીઓ માટે બનાવેલા સ્ટાફ ક્વાર્ટર પણ જર્જરીત થવાથી નવીનીકરણ કરવા તાલુકા વિકાસ અધિકારી સાથે ચર્ચા વિમર્શ કર્યો હતો .

જિલ્લા વિકાસ અધિકારી ડીએમ સોલંકીએ જણાવ્યું હતું કે ચાણસ્મા તાલુકા પંચાયતની સવારે 11:15 કલાકે સરપ્રાઈઝ વિઝીટ કરતા મનરેગાના 15માંથી 11 કર્મી, પંચાયતના 10માંથી 5 કર્મચારી અને આઇઆરડીના 13માંથી 6 કર્મચારી હાજર ન હતા. જેમાં કેટલાક ફિલ્ડમાં તો કેટલા ગ્રામ સભાઓમાં ગયેલા હતા તેવું જાણવા મળ્યું હતું.

જોકે આ તમામ બાબતો એ ક્રોસ ચેક કરાશે. આ ઉપરાંત કર્મચારીઓની કામગીરીની અને સ્વચ્છતા ની પણ ચકાસણી કરી હતી સાથે કર્મચારીઓને કોમ્પ્યુટર જર્જરીત સ્ટાફ ક્વોટર્સ સહિતના વિવિધ સમસ્યાઓ પણ જાણવા મળી છે. ઉપરાંત કર્મચારીઓને ફિલ્ડમાં જવા માટેના ચોક્કસ દિવસો નક્કી કરવા સુચના આપી છે. નક્કી કરેલા દિવસો સિવાય જવાનું થાય તો મંજૂરી લેવાની સિસ્ટમ બનાવવા તાકીદ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...