હેમચદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં સ્નાતક કે અનુસ્નાતક અભ્યાસક્રમમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સૌથી મહત્વનું ડિગ્રી સર્ટિ યુનિવર્સિટી દ્વારા છાત્રોને આપવામાં આવે છે. આ સર્ટિ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને કોલેજમાં ફોર્મ ભરવા દરમિયાન આપેલા સરનામાં ઉપર પોસ્ટ મારફતે મોકલવામાં આવતું હોય છે. પરંતુ વિદ્યાર્થીઓએ આપેલા સરનામાં અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ બદલાયા હોય અથવા તો સરનામા લખાવવામાં કોઈ ભૂલ થઈ હોય જેને લઇ પોસ્ટ મારફતે મોકલેલા ડિગ્રી સર્ટિ સરનામા ઉપર પહોંચ્યા બાદ સરનામું ખોટું હોવાથી પરત આવી રહ્યા છે.
કોલેજો સર્ટિ લેવા તૈયાર ના હોય પરીક્ષા વિભાગમાં રાખવામાં આવ્યાં
સરનામા ખોટા હોવાના કારણે વર્ષ 2002 થી 2018 દરમિયાન 16,841 સર્ટિ યુનિવર્સિટીમાં પરત આવ્યાં છે. જે સર્ટિ કોલેજો લેવા તૈયાર ના હોય પરીક્ષા વિભાગમાં રાખવામાં આવે છે. બીજી તરફ વિદ્યાર્થીઓ આ સર્ટિ લેવા આવતા ન હોવાથી વર્ષો સૂધી આ સર્ટિ પડી રહ્યા છે.
છાત્રોને ડિગ્રી સર્ટિ લઈ જવા અપીલ કરીઃ કુલપતિ
કુલપતિ ડૉ.જે.જે. વોરાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા દર વર્ષે છાત્રોને ડિગ્રી સર્ટિ પોસ્ટ મારફતે ઘરે મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મમાં દર્શાવેલા સરનામું બદલાવેલ હોય અથવા તો સરનામું ખોટું દર્શાવેલ હોય ડિગ્રી સર્ટિ પરત આવ્યાં છે. મોટી સંખ્યામાં સર્ટિ પડયા હોય વિદ્યાર્થી સુધી પહોંચે તે માટે અત્યાર સુધીના તમામ ડિગ્રી સર્ટિની સંપૂર્ણ નામ સાથેની યાદી તૈયાર કરી યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવી છે. જેમને ડિગ્રી સર્ટિ મળ્યા નથી તે યાદી ચેક કરી વિદ્યાર્થી પોતાના આધારકાર્ડ સાથે યુનિવર્સિટીમાં આવીને આ ડિગ્રી સર્ટિ મેળવી શકશે.
ક્યાં વર્ષમાં કેટલાં સર્ટિ પડ્યાં રહ્યા : વર્ષ - ડિગ્રી સર્ટિ2002 - 2252003 - 862004 - 2092005 - 2752006 - 12612007 - 10562008 - 8842009 - 2242010 - 4802011 - 4872012 - 10732013 - 13512014 - 16382015 - 29382016 - 2002017 - 35582018 - 672
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.