વિકાસનાં કામો મંજૂર:ચાણસ્મા તા.પં.ની સામાન્ય સભામાં રૂ 1.62 કરોડનાં વિકાસનાં કામો મંજૂર

ચાણસ્મા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી પેવર બ્લોક, સીસી રોડનાં કામ થશે

ચાણસ્મા તાલુકા પંચાયત ખાતે ગુરુવારે સામાન્ય બેઠક મળી હતી. જેમાં તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસના કામો ધમધમતા થાય તે માટે રૂ. 1.62 કરોડનાં કામોની ચર્ચા કર્યા બાદ મંજૂર કરાયા હતા. જેમાં ખાસ કરીને બ્લોક પાથરવા, સીસી રોડ, આંગણવાડીના મકાન બનાવવા, ભૂગર્ભ ગટર લાઈન બાકી હોય તેને પૂર્ણ કરવી સહિતના વિકાસના કામો જે તાલુકા સદસ્ય દ્વારા મૂકાતાં તે મંજૂર કરાયાં હતાં.

તાલુકા પંચાયત દ્વારા 15મા નાણાપંચની ગ્રાન્ટ અને તમામ ગ્રામપંચાયતોમાં નિયમોનુસાર ગ્રાન્ટની ફાળવણી કરીને વિકાસના કામો ધમધમતા કરવા માટે વિકાસના આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી હર્ષદભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ જીતેન્દ્રકુમાર સોલંકી, કારોબારી અધ્યક્ષ બાબુભાઈ પટેલ ,પક્ષના નેતા જગતસિંહ સોલંકી સહિત તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...