તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્રી નેત્ર ચિકિત્સા કેમ્પ યોજાયો:315માંથી 125 દર્દીને આંખનો મોતિયો જણાતાં રાજકોટમાં ફ્રી ઓપરેશન કરાશે

ચાણસ્મા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખોરસમ સ્થિત અવધેશ આશ્રમમમાં ફ્રી નેત્ર ચિકિત્સા કેમ્પ યોજાયો
 • મહેસાણા, પાટણ ,ચાણસ્મા, હારીજ સહિત પંથકના દર્દી હાજર રહ્યા હતા

ચાણસ્મા તાલુકાના ખોરસમ અવધેશ આશ્રમ ખાતે બુધવારે વિના મુલ્યે નેત્રયજ્ઞનું આયોજન રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા કરાયું હતું. આજે માં ધરમોડા, ચંદ્રુમાણા, કંબોઇ ,બુડા, ગાલ્લા,દેલમાલ સહિતના 15થી 20 ગામોના 315 જરૂરિયાતમંદ આંખોના દર્દીઓએ આ કેમ્પ દરમિયાન આંખોની તપાસણી કરાવી હતી.

જે પૈકી 125 દર્દીઓને મોતિયાના ઓપરેશન કરવાની જરૂરિયાત જણાતાં ખોરસમથી લક્ઝરી મારફતે રાજકોટ ખાતે આવેલી રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન કરવા માટે રવાના કરાવવામાં આવ્યાં હતા. આ કેમ્પમાં વિક્રમજી ઠાકોર, ખોરસમના ડેલિગેટ ચતુરભાઈ .કે. પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યવાહ, જિલ્લા પ્રમુખ નીતિનભાઈ વ્યાસ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો