લાગણી વ્યક્ત કરી:ચાણસ્માના રામપુરાના 101 વર્ષનાં મોનાબાએ દુઃખ વ્યક્ત કર્યું કે 40 વર્ષથી બસો આવતી નથી

ચાણસ્મા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વયોવૃદ્ધ મોનાબા વિધાનસભાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

ચાણસ્મા તાલુકાના રામપુરા ગામે સૌથી વયોવૃદ્ધ 101 વર્ષીય મોનાબા જોહડસગજી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરશે. મોનાબા તેમના પુત્રો, પૌત્રો, પુત્રીઓ, પૌત્રીઓ, પુત્રવધૂઓ મળી 27થી વધારે સભ્યોનો બહોળો પરીવાર ધરાવે છે. ઉંમરના કારણે ચાલવામાં તકલીફ છે બાકી સંપૂર્ણ તંદુરસ્ત છે. તેમને એક વાતનું મને દુઃખ છે કે ગામમાં છેલ્લા 40 વર્ષથી એસટી બસો આવતી નથી.

ચાણસ્મા તાલુકાના રામપુરા ગામના સૌથી વયોવૃદ્ધ મોનાબાને રૂબરૂ મળતા તેમણે તેમની ભાષામાં જણાવ્યું હતું કે પંચાયતી રાજ્ય આવ્યું ત્યારથી હું મતદાન કરું છું પણ હવે ઘડપણ આવ્યું હોવાથી ચાલી શકતી નથી એટલે મારા દીકરાના દીકરાઓ મને ખાટલામાં બેસાડી ઊંચકીને મતદાન કરાવે છે. મને મતદાન કરવાનો ખૂબ હરખ છે. સરકાર આપણી મા બાપ છે આપણે તેને ચૂંટીએ છીએ અને મતદાન કરવું એ આપણી ફરજ છે તેમ તેમણે જણાવ્યું હતું પણ સાથે ચૂંટાઈને જતા આપણા નેતાઓને પણ તેમના મતદારોનું ધ્યાન રાખવું તે તેમની ફરજમાં આવે છે. એક વાતનું મને દુઃખ છે કે અમારા ગામમાં છેલ્લા 40 વર્ષથી એસટી બસો આવતી નથી. જે કોઈ ચૂંટાય અમારા ગામમાં એસટી બસો આવે અને જેનો લાભ ગામ લોકોને મળે તેવી વ્યવસ્થા કરે તેવી તેમણે તેમની ભાષામાં લાગણી વ્યક્ત કરી હતી.

ઉપરાંત ગામમાં મોટાભાગના વિસ્તારમાં સીસી રોડ બન્યા નથી અને દબાણોથી મોટા વાહનો ગામમાં પ્રવેશી શકતા નથી તેમ ગામના અગ્રણી ભીખુજી ઝાલાએ જણાવ્યું હતું. મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો પણ નાખી ન હોવાનું કામના અગ્રણીઓએ જણાવ્યું હતું. ચોમાસુ પાણીનું નિકાલની વ્યવસ્થા પણ ન થઈ હોવાથી ગામમાં ચોમાસા દરમિયાન ગંધવાદ અને ખીચડ થવાની સમસ્યા દર વર્ષે ઉદભવે છે.

અન્ય સમાચારો પણ છે...