નરસાણાના પરમાર અખમબેને પોલીસ મથક ખાતે આપેલી અરજીમાં જણાવ્યું હતું કે તેઓ અને તેમના પરીવારના સભ્ય સાથે ઘરે હતા. ત્યારે રણજીત પરમાર, સંતોષ પરમાર, ભલા પરમાર, વિનોદ પરમાર અને અશ્વિન પરમાર સહિતના તમે લોકો સમાધાન કેમ નથી કરતા કહીને ઝઘડો કર્યો હતાે.
અખમબેન અને ઘરના અન્યોને મારતા તમામ જીવ બચાવવા માટે ઘર છોડીને ભાગી ગયા હતા. રેફરલ ખાતે 9 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દાખલ થયા હતા. જ્યારે દલપત પરમારે જણાવ્યું કે રણજીત તેમજ સંતોષ સાથે 30થી 35 લોકો અમારા ઘરે આવીને પરીવારના બધાને મારતા અમે જીવ બચાવવા માટે નીકળી ગયા હતા. ત્યાર પછી ઘરની તોડફોડ કરી બાઈક ટ્રેક્ટર નુકશાન કરેલ છે.
પોલીસ મથકે અખમ બેન દ્વારા તેમના પરીવારના સભ્યો પર જે રીતેનો બનાવ બન્યા હતો. તેની સંપૂર્ણ વિગત જણાવી હતી. હાલ પરીવાર ગભરાઈ ગયો હતો કે પોતાના ઘરે જતા પણ તેઓ ડરતા હોવાથી રેફરલ હોસ્પિટલના ખુલ્લી જગ્યામાં બાળકો, વૃદ્ધ સહિતનાઓ બેસી રહ્યા હતા. ત્યારે પોલીસ તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં તે પણ જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.