અકસ્માત:શહેરાની છાણીપ ચોકડી પાસે ટ્રેક્ટરે બાઈકને ટક્કર મારતાં ત્રણનાં મોત

શહેરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકનું ઘટના સ્થળે તથા 2ના સારવાર દરમિયાન મોત
  • બાઇક પર સવાર યુવતી સહિત 3 પટકાયા, ટ્રેકટરચાલક ફરાર

શહેરાના નરસાણા ગામનો શૈલેષ તા.11 નવેના રોજ સવારના સમયે પોતાની બાઈક લઈને ડેરીએ દુધ ભરવા ગયો હતો. અને ત્યારબાદ મોરવા (રેણા) ખાતે આઈ. ટી.આઈ મા જવા નિકળ્યો હતો. ત્યારે છાણીપ ચોકડી પાસે એક ટ્રેક્ટર ચાલક પૂર ઝડપે ટ્રેક્ટર હંકારી લાવી બાઈકને ટક્કર મારતા બાઇક પર સવાર ત્રણ વ્યક્તિઅો રસ્તા પર પટકી નાસી છુટ્યો હતો.

જેમા શૈલેષની અોળખ થતા એક વ્યક્તિએ નરસાણાના એક વ્યક્તિને શૈલેષને અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું. જેની જાણ શૈલેષના પિતાને થતાં સંબંધીઅો સાથે છાણીપ પહોંચ્યા ત્યારે રસ્તા ઉપર બાઈક પડેલુ હતું. અને એક છોકરો મૃત હાલતમાં રસ્તા ઉપર પડેલો હતો.

અકસ્માત સ્થળે હાજર લોકો પાસેથી જાણવા મળ્યું કે અન્ય એક છોકરો અને છોકરી પણ બાઈક પર બેઠેલા હતા. અને તેઓ ગંભીર રીતે ઘવાતા તેઓને 108 મારફતે શહેરા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી શૈલેષ અને સ્મિતાની ઈજા વધુ ગંભીર જણાતા તેઓને ગોધરા સરકારી દવાખાને ખસેડાયા હતા. જ્યાં ગોધરા ખાતે સારવાર દરમિયાન શૈલેષનુ કરુણ મોત નીપજયું હતું.

જ્યારે બામરોલી ગામની રહેવાસી સ્મિતાબેન લક્ષ્મણભાઈ ડામોરની હાલત વધુ બગડતા તેને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું પણ ટૂંકી સારવાર દરમિયાન વડોદરા ખાતે મૃત્યુ થયું હતું. ટ્રેક્ટરે ટક્કર મારતા ત્રણના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અને ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...