ધરપકડ:નવા ગામે થયેલ હત્યાના બે આરોપીને પોલીસે દબોચ્યા

શહેરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા

નવાગામ ખાતે 14 માર્ચે પતિ-પત્ની વચ્ચે થયેલ બોલાચાલીથી પોતાની બહેનને લેવા ગયેલા સુરેલી ગામના યુવાનની ઝપાઝપી દરમ્યાન તીક્ષ્ણ હથિયાર વડે પોતાના સગા સાળાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. શહેરા પોલીસ મથકે હત્યારા બનેવી અને તેના પિતા સામે હત્યાનો ગુન્હો નોંધાયો હતો અને પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

ત્યારે હત્યાના બંને આરોપીઓ રમણ બારીઆ અને બાલુ બારીઆ નવાગામ ખાતે આવેલ તળાવ બાજુ સંતાયેલા હોવાની બાતમી શહેરા પોલીસ મથકના પી.આઈ. આર.કે. રાજપૂતને મળતા પોલીસ મથકની સર્વેલન્સ ટીમને બંને આરોપીઓને ઝડપી પાડવાની સૂચના આપતા સર્વેલન્સની ટીમે નવાગામ ખાતે આવેલા તળાવ નજીક પહોંચી ત્યાંથી રમણ બારીઆ અને બાલુ બારીઆ ને દબોચી લઈ ગણતરીના કલાકોમાં સમગ્ર કાર્યવાહી પાર પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...