બાળકોએ બૂમાબૂમ કરી:અપહરણ કરતી ટોળકી આવ્યાની વાતથી બાળકોને ઘરે લઇ જવાયાં

શહેરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તરસંગ ગામે 3 ગુંડા જેવા ઈસમો શાળા પર આવતાં બાળકોએ બૂમાબૂમ કરી
  • શિક્ષક અને સરપંચે શહેરા પોલીસ મથકે લેખિતમાં અરજી આપી

શહેરાના તરસંગ ગામે આવેલી ડુંગર તળેટીની પ્રાથમિક શાળાના બાળકોનું અપહરણ કરવા ગુંડા આવ્યા હોવાની વાતને લઈ બાળકોમાં ભયનો માહોલ.ગુરુવારના રોજ બનેલા બનાવને કારણે તમામ બાળકો ઘરે જતા રહેતા શાળા બંધ જેવી તો શુક્રવારના રોજ શાળામાં ભયના માહોલથી વર્ગખંડોમાં બાળકોની નહીંવત હાજરી.શાળાના મુખ્ય શિક્ષક અને સરપંચ દ્વારા શહેરા પોલીસ મથકે લેખિતમાં અરજી આપવામાં આવી.

તરસંગ ગામે ડુંગર તળેટીમાં પ્રાથમિક શાળામાં 258 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે.10.45 શાળાનો સમય રહે છે. પ્રાથમિક શાળાની આગળના ભાગે હાઈસ્કૂલ આવેલી છે. બાળકો શાળા સમય પહેલા આવી રમત રમતા હોય છે. દરમિયાનમાં તળેટીના ભાગ તરફ 3 જેટલા સંદિગ્ધ ઈસમો કે જેઓએ કાળા વસ્ત્રો પરિધાન કર્યા હતા અને મોઢે બુકાની બાંધેલી હતી. બાળમાનસ પર જાણે કે તેઓ ગુંડાઓ છે અને તેઓનું અપહરણ કરવા આવ્યા છે એમ જાણી બાળકોએ બૂમાબૂમ કરી મૂકી રડવા લાગ્યા હતા.

અને ગભરાહટ ના કારણે ઘરે જતા જેની જાણ વાલીઓને થતા તેઓ પણ શાળા પર આવી 3 સંદિગ્ધ ઈસમોને શોધવા લાગ્યા હતા. શાળાના મુખ્ય શિક્ષકને બનાવની જાણ કરતા તેઓ તાત્કાલિક આવી પહોંચ્યા હતા. સરપંચ જલ્પાબેન અરવિંદસિંહ સોલંકી પણ પહોંચી પોલીસને જાણ કરાતા પી.આઈ રાહુલ રાજપુત અને પોલીસ કર્મીઓ બનાવસ્થળે 3 સંદીગ્ધોને શોધવાના પ્રયાસો આદર્યા હતા. ત્યારબાદ તેઓએ લેખિતમાં અરજી શહેરા પોલિસ મથકે આપી હતી. સરપંચ દ્વારા પણ અરજી આપવામાં આવી હતી જેમાં થોડા દિવસ માટે પોલીસ બંદોબસ્ત આપવાની માંગ કરાઈ છે.

બનાવના દિવસે ગુરુવારે એક પણ બાળક બનાવ બાદ શાળાએ ન જતા ઘરે જતા રહ્યા હતા જ્યારે શુક્રવારના રોજ 38 જેટલા જ બાળકો ભયના માહોલ વચ્ચે અભ્યાસ અર્થે શાળાએ આવ્યા હતા.હાલ તો શાળાના બાળકોને ગુંડા ઉપાડવા આવ્યાની વાતને લઈ તરસંગ ઉપરાંત આસપાસના ગામડાઓમાં મુદ્દો ચર્ચાની એરણે છે.અને સમગ્ર મામલે સત્યતા શુ છે તે જાણવા લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.

કાળા કપડાં પહેરેલાં શંકાસ્પદ 3 ઇસમોને જોઇ બાળકો રડવા લાગ્યા
સવારે પ્રાર્થનાનો સમય હતો તે વખતે શાળાના ધાબા પર કોઈ વિદ્યાર્થી છે નહીં ને અને હોય તો નીચે ઉતારવા ઉપર આવ્યો હતો ત્યારે 3 ઈસમો કે જેઓએ કાળા કપડા પહેર્યા હતા અને મોઢે બુકાની બાંધેલી હતી અને તેઓ ગામના તો નહતા જ તેઓની વર્તણૂંક પણ શંકાસ્પદ હતી અને થોડીવારમાં જ પ્રાથમિક શાળાના બાળકોની બૂમાબૂમ સાંભળી હતી અને બાળકોને રડતા પણ જોયા હતા. > રણજીતસિંહ સજ્જનસિંહ સોલંકી, સેવક,તરસંગ હાઈસ્કૂલ.

પોલીસ બંદોબસ્તની માંગણી કરાઇ
શાળાનું વાર્ષિક ઓડિટ હોવાના કારણે હું શહેરા હતો લગભગ 1 વાગ્યાના અરસામાં હું તરસંગ પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાથી વાકેફ થયા બાદ એક લેખિત અરજી શહેરા પોલિસ મથકે આપવામાં આવી હતી ગામના સરપંચ દ્વારા પણ અરજી આપવામાં આવી છે બંને અરજીમાં પોલિસ બંદોબસ્ત ની માંગણી કરવામાં આવી છે.ગુરુવારે તો ઘટના બાદ તમામ બાળકો ઘરે જતા રહ્યા હતા અને શુક્રવારના રોજ પણ 258 બાળકો માંથી માત્ર 38 જેટલા બાળકો અભ્યાસર્થે આવ્યા હતા અને હજી પણ ભયનો માહોલ બાળકોમાં જોવા મળી રહ્યો છે. > હર્ષદકુમાર.એ.પટેલ, મુખ્યશિક્ષક, તરસંગ પ્રાથમિક શાળા

અન્ય સમાચારો પણ છે...