ભાસ્કર વિશેષ:મુંબઈથી અજમેર જતા પદયાત્રીનું શહેરામાં આગમન

શહેરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 21 વખત અજમેર શરીફ પગપાળા જવાનો સંકલ્પ લીધો છે

સમગ્ર દેશ-દુનિયામાં અમન શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે મુંબઈ થાણેના વાગલે સ્ટેટમાં રહેતા 65 વર્ષીના મોહંમદ દિલાવર શેખ રાજસ્થાનના અજમેર શરીફ પગપાળા જવા છેલ્લા 18 દિવસથી નીકળ્યા છે.

તે સોમવારે શહેરામાંથી પસાર થતા હાઇવે માર્ગ ઉપર આવી પહોંચતા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ આશરે 1100 કિલોમીટરથી વધુની પદયાત્રા સવા મહિનામાં પૂર્ણ કરશે. પદયાત્રાએ નીકળેલા મોહમ્મદ દિલાવર શેખ છેલ્લા 11 વર્ષથી રાજસ્થાનના અજમેરમાં આવેલ ખ્વાજા ગરીબ નવાજની દરગાહમાં દુઆ કરવા માટે 1100 કિલોમીટરથી વધુની યાત્રા પગપાળા ચાલીને પુરી કરે છે.

દુનિયામાં અમન શાંતિ જળવાઈ રહે તેવા ઉદ્દેશ્યથી 21 યાત્રા પૂર્ણ કરવાના સંકલ્પ સાથે શરૂ કરેલી યાત્રામાં આ તેઓની 17મી યાત્રા હોવાનું જણાવ્યું હતું. છેલ્લા થોડા વર્ષોથી વર્ષમાં બે કે ત્રણ યાત્રાઓ તેઓ પૂર્ણ કરે છે. મુંબઈના વિધાયકના પ્રમાણપત્ર સહિતના દસ્તાવેજ સાથે નીકળેલા દિલાવર શેખે જણાવ્યું કે સવારે યાત્રા શરૂ કરે છે. અને સાંજ સુધી ચાલે છે અને સાંજે પેટ્રોલ પંપ કે અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ રાતવાસો કરી બીજા દિવસે યાત્રા શરૂ કરે છે.

દરમ્યાન વચ્ચે કોઈ મદદ કરે છે તો જમવાની અથવા નાસ્તાની વ્યવસ્થા થઈ જાય છે, ગુજરાતના લોકો ખૂબ માયાળુ છે અનેક લોકો દ્વારા તેઓને રસ્તામાં ચા-નાસ્તો અથવા જમવાની વ્યવસ્થા કરી અાપી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...