શહેરા તાલુકાના લાભી ગામની સીમમાં આવેલ એક કૂવામાં ગુરુવારે એક યુવતીનો મૃતદેહ હોવાની જાણ આસપાસના સ્થાનિકોને થતાં ગ્રામજનો સહિત લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને આ અંગેની જાણ શહેરા પોલીસ મથકે કરતા શહેરા પોલીસ મથકના પી.આઈ. આર.કે.રાજપૂત સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગ્રામજનોની મદદથી કૂવામાંથી યુવતીના મૃતદેહને બહાર કઢાવી યુવતી કોણ અને ક્યાંની છે.
તેની ઓળખ માટે સોશિયલ મીડિયામાં મૃતક યુવતીના ફોટા વાયરલ કરાતા યુવતી સલામપુરા ગામના વિક્રમભાઈ અખમભાઈ બારીઆની 22 વર્ષીય પુત્રી હર્ષા હોવાનું અને તેના લગ્ન સુરેલી ગામે નિલેશ દલપતસિંહ ચૌહાણ સાથે થયાં હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ સલામપુરા ગામે રહેતા પરિણીતાના પિતા સહિતના પરિવારજનોને થતાં તેઓ પણ ઘટનાસ્થળે ખાતે દોડી આવ્યા હતા અને પોતાની દીકરીને મૃત હાલતમાં જોઈ પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. જોકે પરિણીતાનો મૃતદેહ લાભી ગામના કૂવામાં કેવી રીતે આવ્યો તેને લઈને અનેક તર્કવિર્તક સર્જાયા હતા. હાલ તો પોલીસે પરિણીતાના પિતાની ફરિયાદના આધારે આકસ્મિક મોતનો ગુનો નોંધી પરણિત યુવતીના મૃતદેહને પીએમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.