રિમાન્ડ તજવીજ કરાઇ:આંકેડીયાના ગેરકાયદે કતલખાનામાંથી રૂ.13.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

શહેરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 આરોપીઓ અને કાયદાના સંઘર્ષમાં આવેલા 1 બાળકિશોરને હસ્તગત કરાયા
  • શહેરા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ કરાઇ

શહેરાના આંકેડીયા પરા વિસ્તારમાં વચ્છેસર તળાવની નીચે રહેણાંક મકાનોમાં સોહેલ ઉર્ફે છડા હનીફ પઠાણ મોહસીન ઉર્ફે મટ્ટો સિકંદર પઠાણ તથા માજીદ બીસ્મિલ્લા ખાન પઠાણ સાથે મળી ગાૈવંશની કતલ કરી ગેરકાયદેસર માંસનો વેપલો કરી રહ્યા હોવાનું અને તેની ખરીદારી માટે ગ્રાહકો આવેલા હોવાની ચોક્કસ બાતમી શહેરા પી.આઈ રાહુલ રાજપુતને મળતા સ્ટાફ તેમજ જી.આર.ડી.ના માણસોને સાથે રાખી સોમવારે રેઈડ કરતા વચ્છેસર તળાવની નીચે રહેણાંક મકાનોમાંથી 950 કિ.ગ્રા. માંસ જેની કી.રૂ.1.90 લાખ, ત્રણ ચાર ચક્રિય વાહનો જેની કિં. રૂ. 10 લાખ તેમજ જીવતા ગૌવંશ પશુઓ કુલ 23 જેની કી. રૂ.1.45 લાખ મળી કુલ 13.35 લાખનો મુદ્દામાલ ઝડપી સ્થળ પરથી 8 આરોપીઓ ઉપરાંત 1 કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરને હસ્તગત કરાયો હતો.

મંગળવારના રોજ પોલીસ દ્વારા તમામ 8 આરોપીઓની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને બુધવારના રોજ તમામ 8 ને શહેરા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ હતી. અને ભાગી છૂટેલા અન્ય આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

ઝડપાયેલા આરોપીઓના નામ
મહંમદ સોયબ મામજી, ખાલિદ ઇશાક તુમડા, રિઝવાન બશીર મામજી, આસીફ ઈકબાલ ભટુક, સલમાન યામીન દૂર્વેશ, શોએબ એહમદ દાઉદ, ઉમેર કાસમ સેરિયા તમામ રહે ગોધરા તથા શાહિદ સફી પઠાણ રહે શહેરા અને કાયદાના સંઘર્ષમાં આવેલો બાળકિશોરોને હસ્તગત કરવામાં આવ્યા છે.

ઝડપાયેલા આરોપીઓના નામ
મહંમદ સોયબ મામજી, ખાલિદ ઇશાક તુમડા, રિઝવાન બશીર મામજી, આસીફ ઈકબાલ ભટુક, સલમાન યામીન દૂર્વેશ, શોએબ એહમદ દાઉદ, ઉમેર કાસમ સેરિયા તમામ રહે ગોધરા તથા શાહિદ સફી પઠાણ રહે શહેરા અને કાયદાના સંઘર્ષમાં આવેલો બાળકિશોરોને હસ્તગત કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...