પંચમહાલ જીલ્લામાં ઉનાળાની કાળ ઝાળ ગરમીમાં વિજ લોડ વધવાની અનેક ફરિયાદો આવતી હોય છે. જોકે આ દરમિયાન અનેક લોકો વીજ ચોરી કરતા હોવાની જાણ થતાં વીજ કચેરી દ્વારા ઓચિંત ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું.
જેમાં શહેરા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં વીજ કંપની દ્વારા ઓચિંતો દરોડો પાડવામાં આવતાં વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. દરમિયાન વિવિધ ટૂકડીઓ બનાવીને ગામડાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં 76 જેટલા વીજ ચોરો ઝડપાઇ ગયા હતાં. વીજ કંપની દ્વારા આવા વીજ ચોરોને અંદાજિત 8 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
શહેરા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વીજ ચોરી થઈ રહી હોવાની બાતમી MGVCL કંપનીના અધિકારીઓ મળી હતી. જેના આધારે ગુરૂવારની વહેલી સવારથી MGVCLના અધિકારી, પોલીસ તથા સીક્યુરીટના માણસો સાથે ટીમ બનાવી ધાંધલપુર, સરાડીયા, ખોજલવાસા,માતરીયા વ્યાસ, મંગલીયાણા, પાદરડી, સુરેલી, ભેંસાલ સહીત જેવા ગામોમાં રેડ કરવામાં આવી હતી.
જેમાંથી 76 જેટલા વીજ ચોરો રંગેહાથ વીજ ચોરી કરતા પકડાયા હતા. અને તેઓ સામે અંદાજીત 8લાખ જેટલો દંડ ફાટકરવામાં આવ્યો હતો. વીજ કંપનીના ઓચિંતા દરોડાથી વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.