વિવાદ:જમીનની અદાવતે કુટુંબીઓએ પથ્થરમારો કરી ઘાસચારાના ઢગમાં આગ ચાંપી દીધી

શહેરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરા પોલીસ મથકે નાડા ગામના ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી

નાડા ગામના ભૂરીબેન રમણભાઈ પાદરીયા તેમજ સસરા બળવંતભાઈ પાદરીયા ગુરુવારે રાત્રિના આંગણામાં જમીન સંબંધે વાતચીત કરતા હતા. તે સમયે કુટુંબી કાળુભાઈ લક્ષ્મણભાઈ, નરવતભાઈ લક્ષ્મણભાઈ, કાભસિંહ પાદરીયા તેમજ નાથાભાઈ પાદરીયા જમીન સંબંધે અદાવત રાખી ભૂરીબેનના ઘર નજીક જઈ ગાળો બોલી કહેવા લાગેલ કે જો તમો જમીનમાં હક્ક કરશો તો તમોને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી છૂટ્ટા પથ્થરો મારતા ભુરીબેનના સસરા બળવંતભાઈને જમણા પગે પથ્થર વાગતા ઈજા પહોંચી હતી.

જેથી બીકના મારે ભુરીબેન તેમના સસરા અને બાળકો સાથે કાકા સસરા નારસીંગ કડવાભાઈ પાદરીયાના ઘરે જતા રહ્યા હતા. બીજી તરફ કાળુભાઈ લક્ષ્મણભાઈ પાદરીયાએ ભુરીબેનના ઘર આંગણે આવી ઘાસચારાના ઢગલામાં આગ ચાંપી દઈ તેમના કુંટુંબના ચારેય ઈસમો ભાગી છૂટ્યા હતા.

જોકે ઘાસચારામાં લાગેલ આગને બુઝાવવા માટે પાણીનો છંટકાવ કર્યો હતો, પરંતુ આગ કાબૂમાં ન આવતા અંદાજીત રૂા.20 હજારનો ઘાસચારો બળીને ખાખ થઈ જતા ભુરીબેન પાદરીયાએ કાળુભાઈ ઉર્ફે ચંદુભાઈ લક્ષ્મણભાઈ, નરવતભાઈ લક્ષ્મણભાઈ, કાભસિંહ લક્ષ્મણભાઈ પાદરીયા તેમજ નાથાભાઈ સોમાભાઈ પાદરીયા વિરુદ્ધ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...