અકસ્માતનો ભય:કેનાલ પાસે રેલિંગ અને લાઇટની સુવિધાનો અભાવ

શહેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરાના વોર્ડ 6ના વિસ્તારમાં 150 ઉપરાંત લોકો રહે છે
  • જીવના જોખમે લોકો પસાર થતાં હોઇ અકસ્માતનો ભય

શહેરા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 6ના આંકડીયા વિસ્તારમાં 25થી વધુ મકાનોમાં અંદાજીત 150 ઉપરાંત લોકો વસવાટ કરે છે. અહીં પાનમ હાઈ લેવલ કેનાલ મારફતે વન.આર. કેનાલ કાઢવામાં આવેલ છે. કેનાલ પાસેથી આંકડીયા વિસ્તારના લોકો અવર જવર કરતા હોય છે. વધુમાં કેનાલ નજીક મદ્રસો પણ આવેલો છે. જ્યાં જવા માટે નાના-નાના બાળકો પણ કેનાલ પાસેથી અવર જવર કરતા હોય છે. પરંતુ કેનાલ પર રેલીંગ ન હોવાના કારણે બાળકો જીવના જોખમે અવર જવર કરવી પડતી હોય છે જેને કારણે અકસ્માતનો ભય સતાવતો હોય છે.

સાથેસાથે અહીં સ્ટ્રીટ લાઈટની પણ સુવિધા ન હોવાથી અંધારપટ જોવા મળતો હોય છે. જેને કારણે કોઇ ઘટના ઘટે તેનો પણ ડર લાગતો હોય છે.ખાસ કરીને ચોમાસાના સમયે આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતું હોવાને કારણે રહીશોને વાહનો લઈને અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

અગાઉ કેટલાક લોકોના પશુઓ કેનાલમાં પડી જવાથી મોત થયા હોવાનું રહીશો દ્વારા જાણવા મળ્યું હતું. જેના કારણે કેટલાક લોકોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા આંકડીયા વિસ્તારના લોકોને કેનાલ પાસેથી પસાર થવામાં રાહત થાય તે માટે અહીં રેલીંગ મુકવામાં આવે તેમજ સ્ટ્રીટ લાઈટની પણ સુવિધા કરવામાં આવે તેવી માંગ આ વિસ્તારના રહીશો દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...