કાર્યવાહી:અગરવાડામાં છોકરી ભગાડવાની અદાવતે 7 સામે એટ્રોસિટીનો ગુનો નોંધાયો

શહેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગરવાડામાં છોકરાના પરિવારને જાતિવાચક શબ્દો બોલી ઘરના નળિયા તોડ્યા

અગરવાડાના હિંમતભાઈ વળવાઈના ભાઈ ગામના કરમસીંગ વણઝારાની છોકરીને લઈને ભાગી ગયો હોવાથી જેની અદાવત રાખી શુશીલાબેન વણઝારા તેમના પતિ ગુલાબભાઈ વણઝારા તેમજ રમેશભાઈ વણઝારા ત્રણે ભેગા મળી હિંમત વળવાઈના ઘરે જઈ ભાઈ અને માતાને જાતિ વિષયક શબ્દો બોલી તમે અને તમારો ભાઈ અમારી છોકરીને લઈ ગયા છો કહી ગાળો બોલી રમેશ વણઝારાએ વિક્રમ વળવાઈને પકડી રાખી શુશીલાબેન વણઝારાએ વિક્રમ વળવાઈ અને તેની માતા શારદાબેનને લાકડી વડે માર માર્યો હતો.

જ્યારે ગુલાબસિંહ વણઝારાએ વિક્રમને ગડદાપાટુનો માર માર્યો હતો. બીજી તરફ કમરસીંગ વણઝારા, શીલાબેન વણઝારા, રમીલાબેન વણઝારા અને અનીલભાઈ વણઝારાએ હિંમત વળવાઈના જુના ઘરે જઈ હિંમત અને કિશનના ઘર પર પથ્થર મારો કરતા હિંમતના હાથે પથ્થર વાગતા ઈજા પહોંચી હતી. આ દરમિયાન કમરસીંગ વણઝારા અને અનિલ વણઝારાએ લાકડી તેમજ વાસ વડે બંને ઘરોના નળીયા તોડી નાખ્યા હતા.

સાથે ઘરનો પાણીનો નળ પણ તોડી નાખી જાનથી મારવાની ધમકી આપીની ફરિયાદ હિંમતે મોરવાહડફ પોલીસ મથકે નોંધાવતા પોલીસે 3 મહિલાઓ સહિત 7 વ્યક્તિઓ સામે એટ્રોસીટી એક્ટ સહિતની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...